શોધખોળ કરો
Advertisement
RBI ગવર્નરે કહ્યું- કોરોનાના કારણે અર્થવ્યવસ્થા પર થયેલી અસર ધીરે ધીરે ઓછી થશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસ મહામારીના કારણે થયેલી અસર ધીરે ધીરે ઓછી થઇ જશે
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસ મહામારીના કારણે થયેલી અસર ધીરે ધીરે ઓછી થઇ જશે. ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, દેશ હજુ પણ કોરોના વાયરસના પ્રભાવમાં છે અને અર્થવ્યવસ્થા ધીરે ધીરે સામાન્ય ગ્રોથ પર પાછી ફરશે.
તેમણે કહ્યું કે પ્રથમ ત્રિમાસિકગાળામાં આર્થિક ગતિવિધિઓ પર પ્રતિકૂળ અસર પડ્યા બાદ બીજા ત્રિમાસિક ગાળામાં ચીજોમાં ઘણો સુધારો આવ્યો છે. દાસે વિશ્વ બૈન્ક દ્ધારા કરવામાં આવેલા આંકલને ટાંકીને કહ્યુ કે, વૈશ્વિક સ્તર પર આ પ્રભાવોથી નીકળવામાં ઘણો સમય લાગશે.
આરબીઆઇ ગવર્નરે આગળ કહ્યું કે, આરબીઆઇએ સતત વ્યાપક પ્રમાણમાં લિક્વિડિટી ઇન્ફ્યૂજન કર્યું છે અને તેનાથી સરકાર દ્ધારા ઓછા દર પર અને બિન વિઘટનકારી રીતે મોટી લોન મળી રહે તે માટે સુનિશ્વિત કર્યું છે. તે સિવાય લિક્વિડિટી ઇન્ફ્યૂજને અન્ય ક્ષેત્રોમાં પણ સારુ કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion