શોધખોળ કરો
Advertisement
અમેઝોનના જેફ બેજોસને પછાડીને આ બિઝનેમેન બન્યા વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, જાણો કેટલી છે સંપત્તિ
સ્પેસ એક્સપલોરેશન ટેક્નોલોજી કોર્પોરેશન અથવા સ્પેસ એક્સના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર તરીકે મસ્ક બેજોસના પ્રાઈવેટ સ્પેસના ક્ષેત્રમાં પણ પ્રતિસ્પર્ધી છે.
Tesla Inc. અને SpaceX ના સંસ્થાપક બિજનેસમેન એલન મસ્ક માટે નવા વર્ષ સારી શરૂઆત લઈ છે. મસ્ક હવે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે.
ઇલેક્ટ્રિક કાર નિર્માતાના સ્ટોકમાં ગુરવારે 4.8 ટકાનો શાનદાર ઉછાળો આવવાને કારણે Amazon.com Incના સંસ્થાપક જેફ બેજોસનાને પછાડતા બ્લૂમબર્ગ બિલિનિયોર ઇન્ડેક્સમાં ટોચ પર પહોંચી ગયા જે વિશ્વના 500 સૌથી અમીર વ્યક્તિઓની યાદી છે.
દક્ષિણ આફ્રીકાના મૂળ એવા આ એન્જિનિયરની નેટ વર્થ ન્યૂયોર્કમાં સવારે 10:15 કલાકે 188.5 બિલિયન ડોલર હતા, જે બેજોસની તુલનામાં $ 1.5 બિલિયન વધારે છે, જેમણે ઓક્ટોબર 2017થી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.
સ્પેસ એક્સપલોરેશન ટેક્નોલોજી કોર્પોરેશન અથવા સ્પેસ એક્સના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર તરીકે મસ્ક બેજોસના પ્રાઈવેટ સ્પેસના ક્ષેત્રમાં પણ પ્રતિસ્પર્ધી છે. બેજોસ બ્લૂ ઓરિજિન LLCના માલિક છે.
માસ્ક માટે છેલ્લા 12 મહિના શાનદાર રહ્યા છે. વિતેલા વર્ષે તેમની નેટવર્ખમાં 150 અબજ ડોલરથી વધારેનો વધારો થયો છે જે ઈતિહાસમાં સૌથી ઝડપી છે.
આ વધારા પાછલ ટેસ્લાના સ્ટોકમાં આવેલ અભૂતપુર્વ ઉછાળો છે જે સતત નફો થવાને કારણે વિતેલા વર્ષે 743 ટકા વધ્યો હતો. જણાવીએ કે, મસ્ક નવેમબ્ર 2020માં જ બિલ ગેટ્સને પાછળ છોડતા વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement