શોધખોળ કરો

ઇલોન મસ્કની મોટી જાહેરાત, હવે Twitter Blue સબસ્ક્રાઇબર્સ બે કલાકનો વીડિયો અપલોડ કરી શકશે

ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબર્સ માટે મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટ કર્યું કે હવે ટ્વિટર પર આઠ જીબી સુધીનો બે કલાકનો વીડિયો અપલોડ કરી શકાશે.

Twitter Video Upload: જ્યારથી ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. વપરાશકર્તાઓને હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. હવે કંપનીએ તેમના માટે વધુ એક જાહેરાત કરી છે.

મસ્કએ જાહેરાત કરી છે કે હવે ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ બે કલાકની 8 જીબી સુધીની વીડિયો ક્લિપ્સ અપલોડ કરી શકશે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઇલોન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, "ટ્વિટર બ્લુ વેરિફાઇડ સબસ્ક્રાઇબર્સ હવે બે કલાક (8 જીબી) વીડિયો અપલોડ કરી શકશે." એટલે કે, આ સેવા મેળવવા માટે, વપરાશકર્તાઓએ ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કરવું પડશે. તે પછી જ તે બે કલાકનો વીડિયો શેર કરી શકશે.

તાજેતરમાં, મસ્કે ટ્વિટરના નવા સીઈઓની પણ જાહેરાત કરી હતી. તેમણે લિન્ડા યાકારિનોને ટ્વિટરની નવી સીઈઓ બનાવી છે. માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ બન્યા બાદ લિન્ડાએ પોતાના પ્રથમ ટ્વીટમાં ઇલોન મસ્કનો આભાર માન્યો હતો. આ સિવાય કંપનીએ ડાયરેક્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કર્યું હતું. આના દ્વારા હવે યુઝર્સ ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકશે અને તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હશે. એટલે કે, કોઈ પણ આ સંદેશાઓને ડીકોડ કરી શકશે નહીં.

હાલમાં જ ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સને એક મોટી હિંટ આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હવે યુઝર્સે દરેક લેખના આધારે ફી ચૂકવવી પડશે. આ સાથે, જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે લેખ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું- ઘણા લોકો માટે આ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની જશે અને તમારા (વપરાશકર્તાઓ) માટે સારી સામગ્રી બનાવવામાં વધુ સમય પસાર કરવા માટે દબાણ કરશે. તેણે કહ્યું કે બધી આવક કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે જાય છે, અમે કંઈ રાખતા નથી.

ટ્વિટરે જાહેરાત કરી હતી કે કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ, આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Embed widget