EPFO: નોકરિયાતો માટે જરૂરી ખબર, InvITsમાં રોકવામાં આવી શકે છે તમારા PFનો એક ભાગ, જાણો આના ફાયદાઓ......
એક સરકારી અધિકારી અનુસાર, રોકાણ માટે InvITs એક સારો ઓપ્શન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લૉન્ગ ટર્મ ફન્ડ્સની ડિમાન્ડ બહુજ વધારે છે.
![EPFO: નોકરિયાતો માટે જરૂરી ખબર, InvITsમાં રોકવામાં આવી શકે છે તમારા PFનો એક ભાગ, જાણો આના ફાયદાઓ...... EPFO: for serviceman a part of your pf could be invested in InvITs EPFO: નોકરિયાતો માટે જરૂરી ખબર, InvITsમાં રોકવામાં આવી શકે છે તમારા PFનો એક ભાગ, જાણો આના ફાયદાઓ......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/5810cd0f1273453dcf10c4170f4f3f41_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
EPFO: નોકરિયાત લોકોના PFને લઇને બહુજ જલ્દી એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ અંતર્ગત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) જલ્દી જ પોતાના વાર્ષિક ડિપૉઝિટનો એક ભાગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ્રસ (InvITs)માં રોકાણ કરવાની શરૂઆત કરી શકે છે. EPFO હાલ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બૉન્ડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ETF)માં પોતાના વાર્ષિક હિસ્સોનુ રોકાણ કરે છે. જોકે હવે InvITsમાં રોકાણની સાથે જ્યાં એકબાજુ EPFOનુ રોકાણનો વ્યાપ વધી જશે, વળી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટને પણ પ્રોત્સાહન મળશે.
એક સરકારી અધિકારી અનુસાર, રોકાણ માટે InvITs એક સારો ઓપ્શન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લૉન્ગ ટર્મ ફન્ડ્સની ડિમાન્ડ બહુજ વધારે છે. સાથે જ આમાં રોકાણ કરવાથી EPFOને પોતાના પારંપરિક રીતોની સાથે સાથે એક બેસ્ટ ઓપ્શનના ઉપયોગનો પણ મોકો મળશે. જાણો શું છે આ InvITs.
શું હોય છે InvITs
InvITs રોકાણનો એક ભાગ છે જે અંતર્ગત કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ કે પ્રૉજેક્ટ્સને એક જ જગ્યાએ રાખી શકાય છે. સાથે જ આમાં રોકાણ કરવા પર રોકાણકારને ઓછી રકમ સતત રેગ્યુલર આવક હાંસલ કરવાની સુવિધા પણ મળે છે. આ એક અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (AIF) હોય છે, જે બિલકુલ મ્યૂચ્યૂઅલ ફન્ડની જેમ કાર્ય કરે છે. કેપિટલ માર્કેટ રેગ્યૂલેટર સેબી જ આને રેગ્યૂલેટ કરે છે.
InvITsમાં રોકાણની ખાસ વાત છે કે આમાં ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતી નેટ કેશ ફ્લૉના 90 ટકા યૂનિટ રોકાણકારને આપવા અનિવાર્ય છે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રક્શન એસેટ્સમાં રોકણ કરવાની લિમીટ પણ નક્કી કરવામાં આવી છે. વિશેષજ્ઞો અનુસાર, એસેટ્સને મૉનેટાઇઝ કરવા માટે InvITs એક બેસ્ટ ઓપ્શન છે. આ જ કારણ છે આ રોકાણકારો વચ્ચે ખુબ પૉપ્યૂલર છે. રોકાણ માટે InvITs એક સારો ઓપ્શન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લૉન્ગ ટર્મ ફન્ડ્સની ડિમાન્ડ બહુજ વધારે છે. કેપિટલ માર્કેટ રેગ્યૂલેટર સેબી જ આને રેગ્યૂલેટ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)