EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
EPFO: પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા થઈ છે કે નહીં, તે જાણવાની ઘણી રીતો છે. ખાતાધારક EPFO પોર્ટલ, ઉમંગ એપ પર લોગ ઈન કરીને પણ જોઈ શકે છે. આ ઉપરાંત મિસ્ડ કોલ અને મેસેજિંગનો પણ ઉપયોગ કરી શકે છે.
EPFO: EPFO રોકાણ માટે ખૂબ સારો વિકલ્પ છે. તેમાં કર્મચારી સાથે નિયોક્તા દ્વારા પણ યોગદાન આપવામાં આવે છે. કર્મચારી પોતાના બેઝિક પગારનો 12 ટકા ભાગ તેમાં રોકાણ કરે છે. એટલો જ ભાગ નિયોક્તા પણ યોગદાન આપે છે. નિવૃત્તિ પછી તેમાંથી એક ભાગ કર્મચારીને એકસાથે મળે છે અને એક ભાગ પેન્શન તરીકે મળે છે.
EPFOની સ્કીમમાં સરકાર દ્વારા વ્યાજ મળે છે. વર્તમાનમાં EPFOમાં 8.25 ટકાનું વ્યાજ મળે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) વાર્ષિક વ્યાજની રકમ આપે છે. વ્યાજની રકમ EPF એકાઉન્ટમાં જમા થાય છે. EPFO મેમ્બર્સ ઘણા સમયથી વ્યાજની રકમની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પૂરી થઈ છે. હકીકતમાં, EPFએ વ્યાજની રકમ જમા કરી દીધી છે.
આ રકમ જોવા માટે 4 રીતો આપવામાં આવી છે. જેમાં ઉમંગ એપ, મેસેજ, મિસ્ડ કોલ અને EPFO પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે.
ઉમંગ એપ પર કેવી રીતે રકમ જોવી
UMANG એપને તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરો, ત્યાર બાદ તેને યુઝર આઈડી અને પાસવર્ડથી લોગ ઈન કરો. ત્યાર બાદ જે સર્વિસનો લાભ લેવો હોય તેના પર ક્લિક કરો. જેમ કે ખાતામાં જમા પૈસા જોવા હોય તો તેના માટે 'વ્યૂ પાસબુક'નો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાથી PF એકાઉન્ટનું બેલેન્સ સ્ક્રીન પર દેખાવા લાગશે. આમાં યુઝર KYC અપડેટ પણ કરાવી શકે છે.
EPFO પરથી કેવી રીતે રકમ જોવી
સૌ પ્રથમ EPFOના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ, ત્યાર બાદ કર્મચારી વાળો ઓપ્શન પસંદ કરો. ત્યાર બાદ તમારે UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરવું પડશે. લોગ ઈન કર્યા પછી સ્ક્રીન પર 'સભ્ય પાસબુક'નો ઓપ્શન પસંદ કરો. પછી એકાઉન્ટ પાસબુક જોવા માટે તમારે ફરીથી UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે. આ નાખ્યા પછી પાસબુક સ્ક્રીન પર દેખાવા લાગશે.
મિસ્ડ કોલથી કેવી રીતે ચેક કરવું
મિસ્ડ કોલ દ્વારા EPFOનું બેલેન્સ ચેક કરી શકાય છે. આમાં સૌ પ્રથમ ખાતાધારક પોતાના UAN રજિસ્ટર મોબાઈલ નંબરથી 9966044425 પર મિસ્ડ કોલ આપી શકે છે. ત્યાર બાદ રિપ્લાયમાં તમને એક બીજો મેસેજ મળશે. જેમાં એકાઉન્ટ બેલેન્સની પૂરી માહિતી આપેલી હશે.
મેસેજ દ્વારા માહિતી
EPFO સભ્યો મેસેજ દ્વારા પણ તાજી રકમની માહિતી લઈ શકે છે. આ માટે તેમણે 'UAN EPFOHO ENG' લખીને 7738299899 પર મેસેજ મોકલવાનો રહેશે. મિસ્ડ કોલની જેમ જ PF એકાઉન્ટ બેલેન્સ માટે મેસેજમાં ખાતાની વિગતો મોકલી દેવામાં આવશે.