EPF New Rules: EPFOએ આપી રાહત, ક્લેમ કરવા માટે ચેકબુક-પાસબુકની નહી પડે જરૂર
EPFO New Rules: EPFO એ દેશભરમાં તેના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપતા પોતાના ક્લેમ નિયમોમાં ફેરફાર કર્યો હતો.
EPF Rules: EPFO એ દેશભરમાં તેના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપતા પોતાના ક્લેમ નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે EPF ક્લેમ સેટલમેન્ટ માટે કેન્સલ ચેક અથવા બેન્ક પાસબુકની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. આ મામલે માહિતી આપતા EPFOએ કહ્યું છે કે જો કોઈ સબસ્ક્રાઈબર અન્ય તમામ શરતો પૂરી કરે છે તો આવી સ્થિતિમાં તેને ક્લેમ સેટલમેન્ટ માટે ચેકબુક અથવા બેન્ક પાસબુક અપલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આનાથી ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ કેસ ઝડપી બનશે. નોંધનીય છે કે EPFO દ્ધારા ચેક લીફની છબી અથવા અટેસ્ટેડ બેન્ક પાસબુકની કોપીની ઇમેજ અપલોડ ન કરવાના કારણે ઘણા ક્લેમને ફગાવી દેવામાં આવતા હતા
EPFO એ પરિપત્ર બહાર પાડ્યો
28 મેના રોજ EPFOએ આ મામલે એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપી હતી કે ઓનલાઇન ફાઇલ થનારા ક્લેમના સેટલમેન્ટ માટે ઇપીએફઓના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચેક લીફ અથવા બેન્ક એકાઉન્ટની ડિટેઇલ્સ અપલોડ ન થવાના કારણે રિજેક્શનની સંખ્યા ઓછી કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ આ છૂટ ફક્ત વેલિડેશનના કેટલાક મામલામાં જ આપવામા આવી છે.
આ કેસોમાં છૂટ આપવામાં આવશે
EPFOએ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે માત્ર એવા EPFO સભ્યોને જ છૂટ મળશે જેમની અન્ય વેલિડેશન પૂર્ણ થઈ ગઈ છે. આમાં બેન્કની કેવાયસીનું ઓનલાઈન વેરિફિકેશન, ડીએસસી (Digital Signature Certificate) દ્વારા એમ્પ્લોયર દ્વારા પૂર્ણ કરવાની બેન્ક KYC વેરિફિકેશન પૂર્ણ થશે અને UIDAI દ્વારા આધાર નંબરની વેરિફિકેશન જેવી પ્રોસેસ સામેલ છે.
EPF ક્લેમ કરવા માટે બેન્ક ડિટેઇલ્સ
અગાઉ, EPF ક્લેમ પૂર્ણ કરવા માટે તમારા ખાતાનો એક કેન્સલ ચેક જેમાં સભ્યનું નામ, બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ હોવું જરૂરી હતું. આ સાથે EPF તમારા બેન્ક ખાતાની વિગતો મેળવે છે. જો ચેક ઉપલબ્ધ ન હોય તો, EPF સભ્ય ખાતાની વિગતો તરીકે બેન્ક પાસબુક (જેમાં બેન્ક મેનેજરની સહી હોય છે) પણ સબમિટ કરી શકે છે. આ માટે EPF સભ્ય પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ સાથે તમારા આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ માટે KYC પૂર્ણ થવાની સાથે UAN નંબર સાથે માન્ય હોવું જરૂરી છે.
EPF મેમ્બર કેવી રીતે કરી શકે છે ઓનલાઇન ક્લેમ
- આ માટે સૌથી પહેલા EPFO મેમ્બર ઓફિશિયલ પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/ પર તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- બાદમાં અહી ક્લેમ સેક્શન પર ક્લિક કરો
- અહીં ક્લેમ કરવાના પ્રકાર જેવા કે પેન્શન અથવા ફૂલ સેટલમેન્ટ જેવા કોઇ એકની પસંદગી કરો.
- આગળ તમે પહેલાથી ભરેલી વિગતો જોશો. તેને ક્રોસ વેરિફાઇ કરો
- ત્યારબાદ EPFO દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટનો લાભ લો અને તમામ જરૂરી દસ્તાવેજો અથવા ડેટા અપલોડ કરો.
- આ પછી બધી માહિતી વેલિડેટ કરો અને ક્લેમને સબમિટ કરો.
- આ પછી પોર્ટલ મારફતે પોતાના ક્લેમની પ્રોસસ પર નજર રાખો.