શોધખોળ કરો

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

Free laptop Scheme: આ બાબત પ્રકાશમાં આવ્યા પછી સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB Fact Checkએ આ દાવાની પોલ ખોલી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાનો મેસેજ વાયરલ.
  • PIB ફેક્ટ ચેકે 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ'ના દાવાને નકારી કાઢ્યો.
  • ભારત સરકારે આવી કોઈ યોજનાની સત્તાવાર જાહેરાત કરી નથી.
  • અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા અને સતર્ક રહેવા સલાહ અપાઈ.

Free Laptop Scheme:  આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર વિદ્યાર્થીઓને મફત લેપટોપનું વિતરણ કરશે. આ કેન્દ્ર સરકારની 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ કરવામાં આવી રહ્યું છે. હવે સરકારે પોતે જ આ યોજના પાછળનું સત્ય ઉજાગર કર્યું છે.

આ બાબત પાછળનું સત્ય શું છે?

આ બાબત પ્રકાશમાં આવ્યા પછી સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB Fact Checkએ આ દાવાની પોલ ખોલી છે. PIB એ સ્પષ્ટતા કરી કે આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. ભારત સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. આ સમાચારની સત્યતા PIB ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરાયેલી પોસ્ટ દ્વારા બહાર આવી છે.                            

આ પોસ્ટ વાયરલ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. જેમાં મોટા અક્ષરોમાં "FAKE" લખવામાં આવ્યુ છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે "વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ મફત લેપટોપ માટે અરજીઓ સ્વીકારી રહી છે. PIB ફેક્ટ ચેક અનુસાર, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે."                    

સાવધાન રહેવાની સલાહ 

પોસ્ટમાં આગળ જણાવાયું છે કે, "ભારત સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. આવા મેસેજ ઘણીવાર વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી એકત્રિત કરવાના હેતુથી ફેલાવવામાં આવે છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં અથવા આવા મેસેજને સત્તાવાર સ્ત્રોતો સાથે ચકાસ્યા વિના ફોરવર્ડ કરશો નહીં. સતર્ક રહો અને શંકાસ્પદ સામગ્રીની જાણ PIB ફેક્ટ ચેકને કરો."                          

Frequently Asked Questions

શું ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફત લેપટોપ વિતરણ કરવાની કોઈ યોજના છે?

ના, ભારત સરકારે 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ મફત લેપટોપ આપવાની કોઈ યોજના જાહેર કરી નથી. PIB ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

મફત લેપટોપ યોજનાના વાયરલ મેસેજ પાછળનું સત્ય શું છે?

PIB ફેક્ટ ચેક મુજબ, આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી અને તે એક અફવા છે.

આવા મફત લેપટોપના મેસેજ શા માટે ફેલાવવામાં આવે છે?

આવા મેસેજ ઘણીવાર વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી એકત્રિત કરવાના હેતુથી ફેલાવવામાં આવે છે. તેનાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

આવા ખોટા મેસેજથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ?

કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં અથવા સત્તાવાર સ્ત્રોતો સાથે ચકાસ્યા વિના આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં. શંકાસ્પદ સામગ્રીની જાણ PIB ફેક્ટ ચેકને કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget