શોધખોળ કરો
Advertisement
બજેટ પહેલા પૂર્વ PM મનમોહનસિંહ સાથે નાણાંમંત્રી સીતારમણે કરી મુલાકાત
પાંચ જુલાઈ બજેટ રજૂ થવાનું છે. તે પહેલા નિર્મલા સીતારમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તેમના ઘરે મુલાકાત કરી હતી.
નવી દિલ્હી: બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી એનડીએ સરકાર-2 પાંચ જુલાઈ બજેટ રજૂ કરશે. તે પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તેમના ઘરે મુલાકાત લીધી હતી. આર્થિક સુધારણાના વાસ્તુકાર તરીકે જાણીતા મનમોહનસિંહ નાણાંમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ 1991 થી 1996 સુધી તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની સરકારમાં નાણાંમંત્રી હતા.
નાણામંત્રી સીતારમણની આ મુલાકાતાને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેને શિષ્ટાચાર મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન શું ચર્ચા થઈ તેની કોઈ જાણકારી મળી નથી. જો કે નવી સરકારના પહેલા સામાન્ય બજેટ પહેલા આ મુલાકાત થઈ છે. જેના પગલે માનવામાં આવી રહ્યું છે કે વાતચીત અર્થવ્યવસ્થાને લઈને થઈ હશે. સૂત્રો અનુસાર આ મુલાકાત શિષ્ટાચાર મુલાકાત હતી. પરંતુ નાણામંત્રીએ અર્થવ્યવસ્થાને ફરી વિકાસના પથ પર લાવવા માટેના પગલાને લઈને વાતચીત કરી હશે.
ઉલ્લેખનીય છે કે ડૉ. મનમોહનસિંહ 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પણ રહી ચુક્યા છે. તેના બાદ તેઓ 1985 થી લઈને 1987 સુધી યોજના આયોગ( હાલમાં નીતિ આયોગ)ના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
રાજીનામું આપવા પર અડગ રાહુલ ગાંધી કહ્યું- હાર બાદ કોઈ મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષે હારની જવાબદારી ન સ્વીકારી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement