શોધખોળ કરો

New Rules From 1st April 2023: આવતા મહિને બદલી જશે આ 10 નિયમો, જાણો આપના બજેટ પર કેટલી થશે અસર

નાણાકીય દૃષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ 2023 થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવો જાણીએ આ વિશે

Financial Rules: નાણાકીય દૃષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ 2023 થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવો જાણીએ આ વિશે

નાણાકીય દૃષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવું નાણાકીય વર્ષ પણ આ મહિનામાં શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, તેની સાથે આવા ઘણા મોટા ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. 1 એપ્રિલથી PAN ને આધાર સાથે લિંક ન કરાવવાના કિસ્સામાં, PAN ઇનએક્ટિવ થઇ જશે.   આ સિવાય ઘણી ઓટો કંપનીઓ વાહનોના ભાવમાં વધારો કરી રહી છે.

 PAN નિષ્ક્રિય કરવામાં આવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ PAN અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 સુધી નક્કી કરી છે. જો તમે આ સમયમર્યાદામાં બંને દસ્તાવેજોને લિંક કરશો નહીં, તો PAN નિષ્ક્રિય થઈ જશે. આ પછી, તેને ફરીથી સક્રિય કરવા માટે, તમારે તેને આધાર સાથે લિંક કરતી વખતે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

 ઘણી કંપનીઓની કાર મોંઘી થશે

ભારત સ્ટેજ-2ના અમલીકરણ સાથે ઓટોમોબાઈલ કંપનીઓની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે.આવામાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ટોયોટા અને ઓડી જેવી ઘણી કંપનીઓના વાહનોની કિંમતો વધી રહી છે. તમામ કંપનીઓએ તેમના નવા દરો 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, વિવિધ કંપનીઓની કારની કિંમત 50,000 રૂપિયા સુધી હોઈ શકે છે.

 6 અંકના હોલમાર્ક વિનાનું સોનું વેચવામાં આવશે નહીં

ભારતમાં 1 એપ્રિલ, 2023થી સોનાના વેચાણના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. 1 એપ્રિલથી, જ્વેલર્સ ફક્ત તે જ જ્વેલરી વેચી શકશે જેના પર 6 અંકનો HUID નંબર નોંધાયેલ છે. ગ્રાહક વિભાગે 18 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. અગાઉ HUID વૈકલ્પિક હતું. નોંધનીય છે કે ગ્રાહકો જૂની જ્વેલરીને હોલમાર્ક વગર વેચી શકશે.

વધુ પ્રિમીયમવાળી વીમા પોલિસી પર ટેક્સ ચૂકવવો પડશે

જો તમે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક પ્રીમિયમ પોલિસી ખરીદવાના છો, તો  સરકારે બજેટ 2023માં જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2023થી વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ સાથે વીમા યોજનામાંથી આવક પર ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ નોંધનીય બાબત એ છે કે આમાં ULIP પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

 ડીમેટ ખાતામાં નોમિનેશન જરૂરી છે

જો તમે શેરબજારમાં પૈસા રોકો છો તો ડીમેટ ખાતા ધારકોએ 1 એપ્રિલ, 2023 પહેલા નોમિનેશન ફાઇલ કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ ખાતાધારકોના ખાતાને ફ્રીઝ કરી દેશે. સેબીના પરિપત્ર મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિની ઉમેરવું જરૂરી છે. જો આમ નહીં થાય, તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે.

 મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન જરૂરી છે

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના નોમિનેશનનું કામ 31 માર્ચ પહેલા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, 1 એપ્રિલ, 2023 થી, રોકાણકારોનો પોર્ટફોલિયો સ્થિર કરવામાં આવશે. આ પછી વિગતો સબમિટ કર્યા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.

 દિવ્યાંગજનો માટે UDID ફરજિયાત રહેશે

વિકલાંગોને સરકારી યોજનાઓનો લાભ હવે 1 એપ્રિલથી વિકલાંગોએ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર જણાવવો ફરજિયાત બની ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની પાસે UDID નથી, તેમણે તેમના UDID એનરોલમેન્ટ નંબર વિશે માહિતી આપવી પડશે. આ પછી જ તે 17 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.

 આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે

એપ્રિલ મહિનામાં બેંકોમાં રજાઓ હોય છે. આ મહિને, વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે, દેશભરના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. જેમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર જેવા દિવસોની રજાઓનો સમાવેશ થાય છે.

 NSE પર ટ્રાન્ઝેક્શન ફીમાં 6% વધારો પાછો ખેંચવામાં આવશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અગાઉ કેશ ઈક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારના વ્યવહારો પર 6 ટકા ફી વસૂલતી હતી, જે હવે 1 એપ્રિલથી પાછી ખેંચી લેવામાં આવશે. અગાઉ જાન્યુઆરી 2021માં આ ફી શરૂ કરવામાં આવી હતી.

એલપીજી અને સીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે

દર મહિનાની પહેલી તારીખે સરકારી તેલ કંપનીઓ ગેસ અને સીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળે છે કે નહીં, તેમાં વધારો નોંધાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget