(Source: ECI/ABP News/ABP Majha)
Mumbai માં PM Modiની સુરક્ષામાં ચૂક, શરતોનો ભંગ કરીને બિલ્ડરે ઉડાવ્યુ ડ્રોન
તાજેતરમાં જ મુંબઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો ખુલાસો થયો છે.
PM Modi Mumbai Visit: તાજેતરમાં જ મુંબઈની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો ખુલાસો થયો છે. વડાપ્રધાન મોદીની મુલાકાતના એક દિવસ અગાઉ શહેરમાં ડ્રોન ઉડાડતી વખતે અમુક નિયમોનો ભંગ કરવા બદલ પોલીસે દક્ષિણ મુંબઈના એક અગ્રણી બિલ્ડર વિરુદ્ધ FIR નોંધી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે પેડર રોડ વિસ્તારમાં બની હતી.
વડાપ્રધાન મોદી મંગળવારે પેડર રોડ થઈને શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ની મુલાકાત લેવાના હોવાથી પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. એક સ્થાનિક રહેવાસીએ સોમવારે પોલીસને જાણ કરી હતી કે તેમણે આ વિસ્તારમાં ડ્રોન ઉડતું જોયું હતું.
પોલીસે કહ્યું હતું કે આ વિશે માહિતી મળ્યા પછી ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ડ્રોન ઉડાવવામાં કોણ સામેલ હતું તે શોધવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યુ હતું કે દક્ષિણ મુંબઈના એક અગ્રણી બિલ્ડરે જમીનના પ્લોટના મેપિંગ અને જાહેરાત માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો પરંતુ ડ્રોન ઉડાડતી વખતે તેણે કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે ડ્રોન વિશે જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કે શહેર પોલીસે સુરક્ષાના પગલા તરીકે એન્ટી ડ્રોન ગન પણ તૈયાર રાખી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલ આદેશનો અનાદર) હેઠળ બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
'માત્ર 4 વર્ષની નોકરી, NO પેન્શન....' અહીં એક ક્લિકમાં જાણો શું છે સરકારની નવી અગ્નિપથ યોજના
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!