'માત્ર 4 વર્ષની નોકરી, NO પેન્શન....' અહીં એક ક્લિકમાં જાણો શું છે સરકારની નવી અગ્નિપથ યોજના
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે કહી રહી હોય કે જુદાજુદા મંત્રાલયોમાં અર્ધસૈનિક દળોમાં અગ્નિવીરોને પ્રાથમિકતા મળશે, પરંતુ યુવા આનાથી સંતુષ્ટ નથી.
નવી દિલ્હીઃ સરકારની અગ્નિપથ યોજના સરકાર માટે અગ્નિપથ બની ગઇ છે. દેશભરતમાં યુવાઓ સરકારની આ અગ્નિપથ યોજના (Agnipath Scheme)નો જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે. આ સ્કીમ સેનામાં ભરતીને લઇને બનાવવામાં આવી છે, યુવાઓનો આક્રોશ એ છે કે મહામહેનત કર્યા બાદ પણ જો સરકાર ચાર વર્ષ જ સેનામાં નોકરી માટે આપે તો બાકીના સમયમાં શું કરવાનુ ? જાણો સરકારની આ નવી અગ્નિપથ સ્કીમ શું છે .............
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે કહી રહી હોય કે જુદાજુદા મંત્રાલયોમાં અર્ધસૈનિક દળોમાં અગ્નિવીરોને પ્રાથમિકતા મળશે, પરંતુ યુવા આનાથી સંતુષ્ટ નથી. તેમની મોટી ચિંતા છે કે ચાર વર્ષ બાદ શું કરવાનુ
શું છે અગ્નિપથ સ્કીમ ?
ભારતીય સેનામાં પહેલીવાર એવી કોઇ સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં શોર્ટ ટર્મ માટે સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાઓને સેનામાં સામેલ કરવામાં આવશે, આ યુવા સાડા 17 વર્ષથી 21 વર્ષની ઉંમરની વચ્ચેના હશે.
- આ ભરતી મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
- આ ચાર વર્ષોમાં સૈનિકોને 6 મહિનાની બેસિક મિલિટ્રી ટ્રેનિંગ આપવામાં આવશે.
- 30-40 હજાર માસિક પગારની સાથે અન્ય લાભ પણ આપવામાં આવશે.
- પહેલા વર્ષે 30 હજાર, બીજા વર્ષે 33 હજાર, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40 હજાર માસિક વેતન આપવામાં આવશે.
- ચાર વર્ષ પુરા થયા બાદ આ તમામ અગ્નિવીરોની સેવા સમાપ્ત થઇ જશે અને પછી નવી ભરતી કરવામાં આવશે.
- સેવા સમાપ્ત થનારા 25 ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે.
આવામાં યુવાઓ સવાલ કરી રહ્યાં છે કે 25 ટકા અગ્નિવીરોનો તો કૉન્ટ્રાક્ટ ખતમ થઇ ગયા બાદ સ્થાયી કેડરમાં સામેલ કરી દેવામાં આવશે, પરંતુ બાકી બચેલા 75 ટકા અગ્નિવીરોનુ ચાર વર્ષ બાદ શું થશે, તેને ભથ્થુ તો સરકાર આપી દેશે પરંતુ નોકરી ક્યાંથી આવશે?
આ પણ વાંચો....
Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs
આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!