શોધખોળ કરો
Advertisement
Flipkart Big Savings Days Sale: આ પ્રોડક્ટ્સ પર મળશે બંપર છૂટ, જાણો ક્યારથી શરૂ થશે સેલ
lipkartના બિગ સેવિંગ ડેમાં Oppo Reno 2ના 6GB+256GB વેરિયન્ટ 17,990 રૂપિયામાં ખરીદવાની તક મળશે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી Big Savings Daysની શરૂઆત થવા જઈ રહી છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ સેલમાં તમને અનેક શાનદાર ડીલ્સ મળશે. ફ્લિપકાર્ટ ઉપરાંત એમેઝોન 6 અને 7 ઓગસ્ટના રોજ પ્રીમિયન ડે સેલ લાવશે. ફ્લિપકાર્ટના બિગ સેવિંગ ડે સેલમાં ગ્રાહકોને અનેક ઓફર આપવામાં આવશે. તેમાં ICICI બેંકના ક્રેડિટ કાર્ડ્સ પર યૂઝર્સને 10 ટકા સુધીની છૂટ મળશે.
આ સ્માર્ટફોન્સ પર મળશે છૂટ
lipkartના બિગ સેવિંગ ડેમાં Oppo Reno 2ના 6GB+256GB વેરિયન્ટ 17,990 રૂપિયામાં ખરીદવાની તક મળશે. આ ફોનની ખરેખર કિંમત 28,900 રૂપિયા છે. ઉપરાં તમે iQoo 3નો 8GB+128GB વેરિયન્ટ 37,990 રૂપિયામાં નહીં પરંતુ 31,990 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે Realme X2નો 8GB+128GB વેરિયન્ટ 28,999 રૂપિયામાં ખરીદીવની તક મળશે. ઓપ્પો F11 પ્રો તમે સેલમાં 14,990 રૂપિયામાં ખરીદી શકો છો.
લેપટોપ, હોમ સ્પીકર્સ પર મળશે આટલી છૂટ
ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી થનારા આ સેલમાં ગ્રાહકોને લેપટોપ પર 40 ટકા સુધીની છૂટ મળશે. સાથે જ હોમ સ્પીકર ખરીદવા પર 60 ટકા સુધીની છૂટ મળશે. જ્યારે આ બિગ સેવિંગ્સ સેલમાં 999 રૂપિયાની શરૂઆતની કિંમતની સાથે કેમેરો ખરીદવાની તક પણ મળશે.
TV અને એપ્લાયન્સ પર પણ મળશે ભારે છૂટ
સ્માર્ટપોન્સ ઉપરાંત સેલમાં ટીવી અને એપ્લાયન્સ પર પણ ભારે છૂટ આપવામાં આવશે. સાથો સાથ સેલમાં આ સામાન નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાશે. સ્માર્ટ ટીવી પર તમને આ સેલમાં 70 ટકા સુધી છૂટ મળશે. ફ્લિપકાર્ટના આ સેલમાં 699 રૂપિયાના શરુઆતી ઈએમઆઈની સાથે વોશિંગ મશીન ખરીદવાની તક મળશે. ઉપરાંત 16,499 રૂપિયાની શરૂઆતની કિંમતમાં એસી પણ ખરીદી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement