શોધખોળ કરો
Advertisement
મુસાફરો માટે ખાસ? એક એપ્રિલથી વિદેશ યાત્રા કેટલા ટકા મોંઘી થશે? જાણો
વિદેશી ટુર પેકેજ ખરીદે કે વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવે છે તો રૂપિયા 7 લાખથી વધુની રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) ભરવો પડશે.
નવી દિલ્હીઃ આ વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2020થી વિદેશયાત્રાને લગતું ટુર પેકેજ ખરીદવું અને વિદેશોમાં કોઈ પણ રીતે ખર્ચ કરવો મોંઘો થશે. જો કોઈ વિદેશી ટુર પેકેજ ખરીદે કે વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવે છે તો રૂપિયા 7 લાખથી વધુની રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) ભરવો પડશે. કેન્દ્ર સરકારે બજેટ 2020માં આવકવેરાની કલમ 206Cમાં સુધારો કરીને વિદેશી ટુર પેકેજ અને ભંડોળ પર ટીસીએસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે વિદેશ યાત્રા કરવી હવે મોંઘી બનશે.
આ વિદેશી ટુર પેકેજમાં ભારત બહાર કોઈ એક દેશ કે અનેક દેશોના ટુર પેકેજ સામેલ છે. તેમાં ટ્રાવેલ ખર્ચ, હોટેલ, બોર્ડિંગ, લોજિંગ સહિત અન્ય ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ વિદેશમાં રોકાણ કરશે તો આ પ્રકારના આર્થિક વ્યવહાર પણ આરબીઆઈના લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ નિયંત્રિત કરવામાં આવશે. આ માટે એક નાણાંકીય વર્ષની મહત્તમ મર્યાદા 2.5 લાખ ડોલર નક્કી કરવામાં આવી છે. રૂપિયા 70ના એક્સચેન્જ રેટ પ્રમાણે આ રકમ આશરે રૂપિયા 1.75 થાય છે.
આવકવેરા કાયદો 1961ની કલમ 206C હેઠળ જો કોઈ અધિકૃત ડીલર એક નાણાંવર્ષમાં રૂપિયા 7 લાખથી વધુ રકમ એલઆરએસ થકી વિદેશમાં મોકલશે તો તેણે 5% ટીસીએસ ભરવો પડશે. આ સાથે વિદેશી ટુર પેકેજ પર પણ ટીસીએસ લાગશે. જો પાન કે આધારકાર્ડ નહીં અપાય તો તે માટે 5 ટકાના બદલે 10 ટકા ટીસીએસ ચૂકવવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion