શોધખોળ કરો
ફોર્ચ્યૂન ગ્લોબલ 500 લિસ્ટઃ IOCને પછાડી રિલાયન્સ બની દેશની નંબર વન કંપની, જાણો વિગત
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નવી સિદ્ધી હાંસલ કરી છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 42 ક્રમની છલાંગ લગાવી છે. જેની સાથે જે રિલાયન્સ ભારતની સૌથી વધારે રેંકિંગ ધરાવતી કંપની બની ગઈ છે.

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નવી સિદ્ધી હાંસલ કરી છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500 લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 42 ક્રમની છલાંગ લગાવી છે. જેની સાથે જે રિલાયન્સ ભારતની સૌથી વધારે રેંકિંગ ધરાવતી કંપની બની ગઈ છે. આ પહેલા યાદીમાં જાહેરક્ષેત્રની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(IOC) ફોર્ચ્યુન 500 ઈન્ડિયા લિસ્ટમાં પ્રથમ સ્થાન પર હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈઓસી ઉપરાંત આ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ભારતીય સ્ટેટ બેંક (SBI), ટાટા મોટર્સ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને રાજેશ એક્સપોર્ટ્સ સામેલ છે. ઓએનજીસી આ યાદીમાં 37 ક્રમની છલાંગ લગાવીને 160માં નંબર પર રહી છે. એસબીઆઈ 20 સ્થાન ગબડીને 236માં નંબર પર પહોંચી ગઈ છે. ટાટા મોટર્સ પણ 33 ક્રમ ગબડીને 265માં નંબર પર આવી ગઈ છે. બીપીસીએલ 39 ક્રમની છલાંગ લગાવી 275માં સ્થાન પર પહોંચી છે.
ફોર્ચ્યૂન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ 500ની યાદીમાં 106 નંબર પર રહી છે. રિલાયન્સે આઈઓસીને પાછળ મૂકી દીધી છે, જે 117માં સ્થાને છે. વર્ષ 2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 32.1 ટકા વધીને 82.3 અબજ ડોલર પર પહોંચી છે, જે વર્ષ 2018માં 62.3 અબજ ડોલર હતી. બીજી તરફ આ સમયગાળા દરમિયાન આઈઓસીની આવક 17.7 ટકા વધીને 65.9 અબજ ડોલરથી વધી 77.6 અબજ ડોલર થઈ છે.
અમેરિકન કંપની વોલમાર્ટ ફોર્ય્યૂન 500ની યાદીમાં પ્રથમ ક્રમે રહી છે. જ્યારે ચીનની સરકારી તેલ તેમજ ગેસ કંપની સિનોપેક ગ્રુપ એક ક્રમની છલાંગ લગાવીને બીજા સ્થાને રહી છે. નેધરલેન્ડની કંપની ડચ શેલ ત્રીજા સ્થાને, ચાઇના નેશનલ પેટ્રોલિયમ ચોથા સ્થાને અને પાંચમા સ્થાને સ્ટેટ ગ્રીડ રહી છે. સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ ક્ષેત્રની દિગ્ગજ સાઉદી અરામકો પ્રથમ વખત ટોપ ટેનમાં પહોંચી છે. આ કંપની છઠ્ઠા નંબરે રહી છે. જ્યારે બીપી, એક્સોન મોબિલ, ફોક્સવેગન અને ટોયોટા મોટર ક્રમશ: સાતમાં, આઠમાં, નવમાં અને દશમાં નંબરે રહી છે. ગુજરાતમાં ક્યારે પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતે કોહલી હજુ નથી ભૂલી રહ્યો વર્લ્ડકપ સેમિ ફાઇનલ હારનું દુઃખ, ડ્રેસિંગ રૂમના માહોલને લઈ કરી મોટી વાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈઓસી ઉપરાંત આ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ભારતીય સ્ટેટ બેંક (SBI), ટાટા મોટર્સ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને રાજેશ એક્સપોર્ટ્સ સામેલ છે. ઓએનજીસી આ યાદીમાં 37 ક્રમની છલાંગ લગાવીને 160માં નંબર પર રહી છે. એસબીઆઈ 20 સ્થાન ગબડીને 236માં નંબર પર પહોંચી ગઈ છે. ટાટા મોટર્સ પણ 33 ક્રમ ગબડીને 265માં નંબર પર આવી ગઈ છે. બીપીસીએલ 39 ક્રમની છલાંગ લગાવી 275માં સ્થાન પર પહોંચી છે.
ફોર્ચ્યૂન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ 500ની યાદીમાં 106 નંબર પર રહી છે. રિલાયન્સે આઈઓસીને પાછળ મૂકી દીધી છે, જે 117માં સ્થાને છે. વર્ષ 2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 32.1 ટકા વધીને 82.3 અબજ ડોલર પર પહોંચી છે, જે વર્ષ 2018માં 62.3 અબજ ડોલર હતી. બીજી તરફ આ સમયગાળા દરમિયાન આઈઓસીની આવક 17.7 ટકા વધીને 65.9 અબજ ડોલરથી વધી 77.6 અબજ ડોલર થઈ છે.
અમેરિકન કંપની વોલમાર્ટ ફોર્ય્યૂન 500ની યાદીમાં પ્રથમ ક્રમે રહી છે. જ્યારે ચીનની સરકારી તેલ તેમજ ગેસ કંપની સિનોપેક ગ્રુપ એક ક્રમની છલાંગ લગાવીને બીજા સ્થાને રહી છે. નેધરલેન્ડની કંપની ડચ શેલ ત્રીજા સ્થાને, ચાઇના નેશનલ પેટ્રોલિયમ ચોથા સ્થાને અને પાંચમા સ્થાને સ્ટેટ ગ્રીડ રહી છે. સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ ક્ષેત્રની દિગ્ગજ સાઉદી અરામકો પ્રથમ વખત ટોપ ટેનમાં પહોંચી છે. આ કંપની છઠ્ઠા નંબરે રહી છે. જ્યારે બીપી, એક્સોન મોબિલ, ફોક્સવેગન અને ટોયોટા મોટર ક્રમશ: સાતમાં, આઠમાં, નવમાં અને દશમાં નંબરે રહી છે. ગુજરાતમાં ક્યારે પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતે કોહલી હજુ નથી ભૂલી રહ્યો વર્લ્ડકપ સેમિ ફાઇનલ હારનું દુઃખ, ડ્રેસિંગ રૂમના માહોલને લઈ કરી મોટી વાત વધુ વાંચો