Gautam Adani is Richest Man: મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ
વાસ્તવમાં સાઉદી અરામકો સાથે ડીલ તૂટ્યા બાદ સતત ત્રીજા દિવસે રિલાયન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો
Gautam Adani is Asia's Richest: અદાણી જૂથ ( Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી ( Gautam Adani ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani )ને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે શેર બજારમાં અદાણી જૂથના સ્ટોક્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો જોવા મળતા ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર વ્યક્તિ બની ગયા છે.
વાસ્તવમાં સાઉદી અરામકો સાથે ડીલ તૂટ્યા બાદ સતત ત્રીજા દિવસે રિલાયન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.44 ટકાના ઘટાડાની સાથે 2351.40 રૂપિયા પર બંધ થયો હતો.
જ્યારે અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેરમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સ 4.63 ટકાના વધારા સાથે 763 રૂપિયા, અદાણી ઇન્ટરપ્રાઇઝેઝ 2.08 ટકાના વધારા સાથે 1742.90, જ્યારે અદાણી ટ્રાન્સમિશન 0.36 ટકાના વધારા સાથે 1948 પર બંધ થયો હતો. નોંધનીય છે કે શેરબજારમાં અદાણી જૂથની કુલ છ કંપનીઓ લિસ્ટેડ છે જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ સામેલ છે. છેલ્લા એક વર્ષમા ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 બિલિયન ડોલરનો વધારો થયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ફક્ત 14.3 બિલિયન ડોલરનો વધારો થયો છે.