Vadodara : પીડિતાના હાથ-પગે વાગેલાના નિશાન છે, પી.એમ. રિપોર્ટમાં આવતા કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું
આજે રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે કહ્યું કે, 29મીએ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. 4 તારીખે દુષ્કર્મ માટેના સેમ્પલ લેવાયા હતા.
વડોદરાઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં સીટની રચના પછી આજે રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે કહ્યું કે, 29મીએ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. 4 તારીખે દુષ્કર્મ માટેના સેમ્પલ લેવાયા હતા. દુષ્કર્મ રિપોર્ટમાં ખાસ કાંઈ આવ્યું નથી. 8 દિવસ બાદ દુષ્કર્મના મેડિકલ ટેસ્ટ થતા ઘણા દિવસો થઈ જતા રેપના સીધા પુરાવા નથી મળ્યા. જોકે, હાથ-સાથળ અને પગે વાગેલાના નિશાન છે. પી.એમ. રિપોર્ટમાં આવતા કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. ઓરલ એવીડન્સ ના સીધા પુરાવા નથી. સંસ્થા સંચાલકો જમ્મુ કાશ્મીર હતા, તેમને પરત આવ્યા બાદ યુવતી ને સાંભળશે તેવું જણાવ્યું હતું.
ગઈકાલે એફ.એસ.એલ રિપોર્ટ આવ્યો હતો. પાછળ 3 વર્ષના સેક્સ ઓફેડન્સના 200 લોકોની પૂછપરછ કરાઈ. તેમણે કહ્યું હતું કે, સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસ.આઈ.ટી.નું ગઠન કરાયું છે. તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સમાં 250 સીસી ટીવી કેમેરાના ફૂટેજ લેવાયા. સેક્સ્યુઅલ ઓફેન્સ દાખલ થયા હોય તેવા લોકોની પૂછપરછ કરવામાં આવી. 1000 રીક્ષા વાળા, સિક્યુરિટી, ભંગાર વાળા, દુકાનદારોની પૂછપરછ કરાઈ. સાંજે 6:30 કલાકે દુષ્કર્મ થયું હતું. નજીકના ઘરના લોકોની પણ પૂછપરછ કરાઈ. નવા અધિકારી તપાસમાં આવે તો તેમને ફરીથી તપાસ કરવી પડે એટલે જુના આધિકારીઓ જ તપાસમાં રખાયા.
તેમણે ઉમેર્યું કે, પીડિતા જીવિત હોત તો ઝડપથી ગુનો ડિટેકટ થાત. ઓએસીસી સંસ્થા ના સંચાલકોએ શરૂઆતમાં જે સહયોગ મળ્યો, એનાથી વિષેસ સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના રેકોર્ડ પણ મંગાવાયા છે. આશ્રય એપાર્ટમેન્ટમાં યુવતી સાથે રહેતા 7 લોકોની પણ પૂછપરછ કરાઈ. 29મીએ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. 4 તારીખે દુષ્કર્મ માટેના સેમ્પલ લેવાયા હતા. દુષ્કર્મ રિપોર્ટમાં ખાસ કાંઈ આવ્યું નથી. 8 દિવસ બાદ દુષ્કર્મના મેડિકલ ટેસ્ટ થતા. ઘણા દિવસો થઈ જતા રેપના સીધા પુરાવા નથી મળ્યા. હાથ, પગે વાગેલાના નિશાન છે. પી.એમ. રિપોર્ટમાં આવતા કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.
ઓરલ એવીડન્સના સીધા પુરાવા નથી. સંસ્થા સંચાલકો જમ્મુ કાશ્મીર હતા તેમને પરત આવ્યા બાદ યુવતી ને સાંભળશે તેવું જણાવ્યું હતું. ગઈકાલે એફ.એસ.એલ રિપોર્ટ આવ્યો હતો. પાછળ 3 વર્ષ ના સેક્સ ઑફેડન્સ ના 200 લોકો કરાઈ પૂછપરછ.