શોધખોળ કરો
Advertisement
આશા કરતા પણ ખરાબ છે GDPના આંકડા, RBI ગવર્નર શક્તિકાંત દાસનો સ્વીકાર
જીડીપીના આંકડા અંદાજ કરતા પણ ખરાબ રહ્યા છે. પાંચ ટકા જીડીપી આવવું ખૂબ વધારે હેરાન કરનાર છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, તાજેતરમાં જ આવેલા આર્થિક ગ્રોથના આંકડાના અંદાજને નબળા ગણાવ્યા હતા. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે પાંચ ટકા જીડીપી ગ્રોથ રેટ તેમના માટે સરપ્રાઇઝ હતું. દેશની આર્થિક ગ્રોથને વધારવા માટે સરકારે અનેક નિર્ણયો લીધા છે. એફડીઆઇ ઇનફ્લો છેલ્લા વર્ષથી સારું છે. આરબીઆઇ ગવર્નરનું કહેવું છે કે મોંઘવારી દરને લઇને કોઇ ચિંતા નથી. દાળ, શાકભાજીની કિંમતને લઇને તે ચિંતિત નથી. ફક્ત શહેરોમાં દૂધ ઇંડાની કિંમતોમાં તેજી, ખાદ્ય પદાર્થોને લઇને શક્તિકાંત દાસે કહ્યું કે, આ એક વર્ષનો સમયગાળો હોય છે. નાણાકીય વર્ષ 2020માં 6.9 ટકા જીડીપી લક્ષ્યને લઇને પૂછાયેલા સવાલ પર આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, જીડીપીના આંકડા અંદાજ કરતા પણ ખરાબ રહ્યા છે. પાંચ ટકા જીડીપી આવવું ખૂબ વધારે હેરાન કરનાર છે. MPCએ ઇકોનોમી સ્લોડાઉન માની લીધું છે. ગ્રોથમાં તેજી લાવવી આરબીઆઇની સૌથી મોટી પ્રાથમિકતા છે પરંતુ હાલમાં કોઇ ડેટા બતાવવો વ્યવહારિક નથી.
MPC માટે ગ્રોથ હવે સૌથી મોટી પ્રાથમિકતા છે. પરંતુ ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ ખૂબ વધારે છે. જીડીપીના અંદાજની રીતોને સુધારવામાં આવી રહ્યા છે. વ્યાજદરોમાં હજુ વધારે ઘટાડો થશે. જે સવાલના જવાબ પર દાસે કહ્યુંકે, હાલમાં રેટ કટ પર કાંઇ કહી શકું નહીં. ગ્રોથ વધારવામાં તમામ લોકો પોતાની ભૂમિકા નિભાવે. મોનીટરી પોલિસી એકલી કાંઇ કરી શકતી નથી. આંકડો આવ્યા બાદ જ રેટ કટ પર કાંઇ કહેવું યોગ્ય રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement