શોધખોળ કરો
AUDI એ ભારતમાં લોન્ચ કરી લાઇફસ્ટાઇલ એડિશન, જાણો શું છે કિંમત
નવી દિલ્હીઃ ઓડી કંપનીએ ભારતમાં લક્ઝરી સેડાન A6 Lifestyle Edition લોન્ચ કરી છે. જેની એક્સ શો રૂમ કિંમત 49.99 લાખ રૂપિયા છે. આ નવા સ્પેશિયલ એડિશન મોડલને વધારાની કિટ અને એક્સેસરીઝ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. નેકસ્ટ જનરેશન ઓડી એ6 થોડા મહિના બાદ ભારતમાં લોન્ચ થવાની છે તેવા જ સમયે આ કાર લોન્ચ થઈ છે.
લાઇફસ્ટાઇલ એડિશનમાં સૌથી ખાસ વાત એ છે કે તેમાં રિયર સીટ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. આ પેકેજમાં કારની પાછળની સીટ પર બેસનારા લોકોને બે અલગ-અલગ 10 ઈંચના ટેબલેટ આપવામાં આવ્યા છે. જેને બહાર કાઢીને પણ ટેબલેટ તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઓડી એ6 લાઇફસ્ટાઇલ એડિશનમાં પેડલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે, જે જમીન પર બ્રાંડનો લોગો દર્શાવે છે. તેમાં એક એક્સપ્રેસો મેકર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બોસ સરાઉંડ સાઉન્ડ સિસ્ટમ, એડોપ્ટિવ એર સસ્પેન્શન, વોઇસ કમાન્ડ તથા નેવિગેશન સાતે કંપનીની MMI ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. લાઇફ સ્ટાઇલ એડિશનમાં પણ સ્ટાન્ડર્ડ એ6 એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં એક 190hp વાળું 1.8લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. બીજુ 190hp પાવરવાળુ 2.0 લીટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. બંને એન્જિન 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે.Introducing the #AudiA6 Lifestyle Edition which comes with everything you need to drive in the lap of luxury. Know more: https://t.co/nGzcvc7fCS pic.twitter.com/p7pp3GR2tV
— Audi India (@AudiIN) March 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement