Gold Price Today:સોનાની કિંમતમાં સતત ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Price Today:આજે, સોમવાર, 27 ઓક્ટોબર, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી પછીથી સોના અને ચાંદીની ચમક ફિક્કિ પડી રહી છે. સવારે 9:44 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,500 થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં ₹2,000 થી વધુનો ઘટાડો થયો છે.

Gold Price Today: સોમવારે કારોબારી દિવસે ઘરેલુ વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો. સોમવાર, 27 ઓક્ટોબરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા 10 ગ્રામ દીઠ 1,22,500 રૂપિયાના ભાવે ખુલ્યા. તેના છેલ્લા કારોબારી દિવસે, MCX પર સોનું 1,23,451 રૂપિયાના ભાવે બંધ થયું હતું.
સવારે 10:10 વાગ્યે, 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ MCX પર 1,22,150 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે 1,300 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના કારોબારમાં 1,21,822 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું.
દરમિયાન, સોમવારે MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ સાથે ચાંદીના કોન્ટ્રેક્ટ 27 ઓક્ટોબરના રોજ ₹142,910 પર ખુલ્યા હતા. આ લખાય છે ત્યારે, ચાંદી ₹146,000 પર ટ્રેડ થઈ રહી હતી, જે પાછલા બંધ ભાવની તુલનામાં આશરે ₹1,400 નો ઘટાડો દર્શાવે છે.
અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 1૦ ગ્રામ)
14 કેરેટ - ₹1,24,530
22 દિલ્હીમાં સોનાના ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
24 કેરેટ - ₹1,24,630
22 કેરેટ - ₹1,14,25૦
18 કેરેટ - ₹93,510
મુંબઈમાં સોનાના ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
24 કેરેટ - ₹1,24,480
22 કેરેટ - ₹1,14,1૦૦
18 કેરેટ - ₹93, 360૦ કેરેટ - ₹1,14,150
18 કેરેટ - ₹93,410
ચેન્નાઈમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
24કેરેટ - ₹1,24,91૦
22 કેરેટ - ₹1,14,5૦૦
18 કેરેટ - ₹95,75૦
કોલકાતામાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
24 કેરેટ - ₹1,24,48૦
22 કેરેટ - ₹1,14,1 ૦૦
18 કેરેટ - ₹93,360
સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુઓ છે. ભારતીયો તેમની ખરીદીને શુભ માને છે. સોનાના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે સામાન્ય લોકો માટે તે ખરીદવાનું મુશ્કેલ બન્યું છે. જોકે, દિવાળી પછી ભાવમાં ઘટાડો થયો છે.આ રોકાણકારો અને જનતા માટે સોનું ખરીદવાની તક આપે રે છે. રોકાણકારો શરૂઆતથી જ સોનું ખરીદી રહ્યા છે. તેઓ માને છે કે સોનું તેમને વૈશ્વિક બજારના વધઘટથી રક્ષણ આપે છે. તેથી, રોકાણકારો સોના પર પોતાનો દાવ લગાવે છે.





















