શોધખોળ કરો
Advertisement
Gold And Silver Rates Today: સોના-ચાંદીમાં સામાન્ય ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
મંગળવારે દિલ્હીના હાજર બજારમાં સોનાની કિંમત 337 રૂપિયા વધીને 46372 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી.
વૈશ્વિક બજાની જેમ જ બુધવારે ઘરેલુ માર્કેટમાં પણ સોના અને ચાંદીમાં સામાન્ય ઉછાળો આવ્યો છે. એમસીએક્સમાં સોનામાં માત્ર 0.05 ટકાનો ઉછાળા સાથે 25 રૂપિયા વધીને 46821 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ માત્ર 250 રૂપિયાના ઉછાળા સાથે 69591 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
દિલ્હીમાં સોનાના ભાવમાં વધારો
અમેરિકાની અર્થવ્યવસ્થામાં નીતિગત નિર્ણયને લઈને હજુ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે માટે સોના અને ચાંદીની કિંમતમાં કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળી રહ્યો. આ જ કારણ છે કે ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદીમાં કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ નથી જોવા મળી રહ્યો. બુધારે અમદાવાદના ગોલ્ડ માર્કેટમાં સોનાના હાજરમાં ભાવ 46724 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યા હતા જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 46810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી.
મંગળવારે દિલ્હીના હાજર બજારમાં સોનાની કિંમત 337 રૂપિયા વધીને 46372 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી જ્યારે ચાંદીમાં 1149 રૂપિયા ઉછળીને 69667 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ હતી. ભારતીય બજારમાં સોનાની માગ સતત વધી રહી છે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટની જેમ જ અહીં પણ કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો. આવનારા દિવસોમાં સોનાની માગ વધી શકે છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેન્ડ સ્પષ્ટ નહીં
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 0.2 ટકા ઉછળીને 1809.17 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. મંગળવારે તે 1815.63 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 1807.30 ડોલર પર પહોંચી ગયું છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆરનું હોલ્ડિંગ 0.4 ટકા ઘટીને 1110.44 ટન પર આવી ગયું છે. જ્યારે ચાંદીની કિંમત વધીને 27.73 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement