શોધખોળ કરો

બજાર ભાવથી 1200 રૂપિયા સસ્તામાં સરકાર વેચી રહી છે સોનું, જાણો રોકાણ કરવાની છેલ્લી તારીખ કઈ છે....

નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પ્રથમ સીરીઝ માટે સબ્સક્રિપ્શન 17 મે, 2021થી ખુલશે અને 21 મે, 2021 સુધી રહેશે.

કોરોનાની મહામારીની બીજી લહેરમાં સોનું ફરી મોંઘુ થવા લાગ્યું છે. 24 કેરેટ સોનાનો ભાવ 48472 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. એવામાં જો તમો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સરકાર હજુ પણ તમને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત 47770 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવથી સોનામાં રોકાણ કરી શકાય છે. આ ભાવ બજાર ભાવ કરતાં 702 રૂપિયા ઓછા છે. એવામાં તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકામ કરીને વધારે લાઈ લઈ શકો છો. આ સ્કીમ 21 સુધી ખુલી રહેશે.

ડિજિટલ પેમેન્ટ કરવા પર મળશે 500 રૂપિયાનો વધારાનો લાભ

જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે, તેને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જો તમે આ માધ્યમથી ગોલ્ડ બોન્ડ લો છો તો તમને પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનો વધારાનો ફાયદો થશે. એવામાં જો તમે ઓનલાઈન 10 ગ્રામ સોનું ખરીદો છો તો તમને 1205 રૂપિયાનો સીધો ફાયદો થશે.

નાણાં મંત્રાલય અનુસાર ભારતીય રિઝર્વ બેંકની ભલામણથી ભારત સરાકરે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધી છ ભાગમાં બહાર પાડવામાં આવશે.

નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પ્રથમ સીરીઝ માટે સબ્સક્રિપ્શન 17 મે, 2021થી ખુલશે અને 21 મે, 2021 સુધી રહેશે. રોકાણકારો આ પાંજ દિવસમાં રોકાણ કરી શકશે. 25 મેના રોજ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

ત્યાર બાદ 24 મેથી 28 મે સુધી બીજી સીરીઝ માટે સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ 31 મેથી ચાર જૂનની વચ્ચે ત્રીજી સીરીઝ, 12 જુલાઈથી 16 જુલાઈના ગાળામાં ચોથી સીરીઝનું સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ પાંચમી સીરીઝ 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ અને છઠ્ઠી સીરીઝ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો

આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.

ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.

બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.

આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.

લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.

ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા ગેરેન્ટેડ છે.

રોકાણની કિંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.

બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.

3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.

મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget