Gold Investment: સોનાના ભાવમાં આવશે લાલચોળ તેજી ? જાણો શું કહે છે એક્સપર્ટ
Gold Price: સોનામાં રોકાણ કરવા અંગે ફરી એકવાર રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
Gold Price: કોરોનાની ત્રીજી લહેરની આશંકાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છે. શેરબજારમાં ઘટાડો પણ આ તરફ ઈશરો કરે છે. આ સ્થિતિમાં સોનામાં રોકાણ કરવા અંગે ફરી એકવાર રોકાણકારો આકર્ષાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
સોનાના વધતાં ભાવના કારણે રોકાણકારોને ફરીથી પીળી ધાતુના ભાવમાં વધારો થવાની આશા છે. આગામી દિવસોમાં લગ્નની સીઝન પણ શરૂ થશે અને તેના કારણે સોનાની માંગ વધશે. તેથી ભાવમાં તેજી આવી શકે છે.
શું કહે છે એક્સપર્ટ
માર્કેટ એક્સપર્ટના કહેવા મુજબ, માર્કેટમાં કરેકશનના કારણે આગામી 12 થી 15 મહિનામાં સોનાની ખરીદી વધી શકે છે અને કારણે સોનાનો ભાવ 2000 ડોલર પ્રતિ ઔંસની નવી સપાટી પર પહોંચી શકે છે. એક ઔંસ 28.34 ગ્રામ બરાબર હોય છે. આ હિસાબે સોનાના 10 ગ્રામનો ભાવ આશરે 52,500 રૂપિયા ઉપર થાય છે.
2021માં શું હતો ભાવ
2021માં સોનાના ભાવમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. 1806 જોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. હાલ ભારતીય બજારમાં સોનાનો ભાવ 48,535 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ડોલરમાં તેનો ભાવ 1840 ડોલર પ્રતિ ઔંસ છે.
ચાંદી રૂ. 65 હજારને પાર
ગઈકાલે ચાંદીમાં તેજી આગળ વધી હતી જ્યારે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચેથી નરમ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ જો કે ૨૪.૨૦થી ૨૪.૪૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદીનો ભાવ ગઈકાલે કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૬૫ હજાર પાર કરી રૂ.૬૫૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૪૬થી ૧૦૪૭ ડો લરવાળા ૧૦૪૦થી ૧૦૪૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૨૦૫૭થી ૨૦૫૮ ડોલરવાળા ૨૦૮૫થી ૨૦૮૬ ડો લર રહ્યા હતા.