કેનેડા-યુએસ બોર્ડર પર કાતિલ ઠંડીના કારણે ચાર ભારતીયોના મોત, જાણો વિગત
કેનેડા-અમેરિકા બોર્ડર પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં ચાર ભારતીયોના મોત થયા છે. આ ઘટનાની નોંધ વિદેશમંત્રી એસ જયશંકરે પણ લીધી છે અને ટ્વીટ પણ કર્યુ છે
ટોરન્ટોઃ કેનેડા-અમેરિકા બોર્ડર પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં ચાર ભારતીયોના મોત થયા છે. આ ઘટનાની નોંધ વિદેશમંત્રી એસ જયશંકરે પણ લીધી છે અને ટ્વીટ પણ કર્યુ છે. પ્રાથમિક રીપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, જેમાં મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યાં જેમાં બે શબ વયસ્કોનાં,એક કિશોર અને એક બાળક છે.જ્યારે શબ બરામદ થયાં ત્યારે ત્યાં માઇનસ 35 ડિગ્રી તાપમાન હતું.
Shocked by the report that 4 Indian nationals, including an infant have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2022
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાના કારણે થયાં છે. અમેરિકામા ગેરકાયદેસર ઘૂસવા અનેક ભારતીયો વિવિધ ગતકડા કરતાં હોય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે. આ કેસમાં પણ આમ થયું હોવાનું શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.