શોધખોળ કરો
Advertisement
Gold price today: સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
ઓગસ્ટ 2020 બાદથી અત્યાર સુધી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગઈ હતી.
સોના અનં ચાંદીના રેટમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડો નોંધાયો છે. સોનું સોમવારે સવારે લગભગ 9-30 કલાકે એમસીએક્સ પર 49 રૂપિયાના ઘટાડા સાથે 47207 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે ચાંદી 172 રૂપિયાના ઘટાડા સાથે 68566 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી.
દિલ્હીમાં સોનાનો આ ભાવ છે
ઓગસ્ટ 2020 બાદથી અત્યાર સુધી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગઈ હતી. જ્યારે 5 ફેબ્રુઆરી 2020થી એ ઘટીને 46738 રૂપિયા પ્રતિ દસમ ગ્રામ પર આવી ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોના સંક્રમણની ચિંતા હવે લોકોના મનમાંથી દૂર થઈ રહી છે. માટે લોગો વરે સુરક્ષિત રોકાણ તરીકે સોનું નથી ખરીદી રહ્યા. ઘરેલુ ગોલ્ડ માર્કેટમાં પણ સોનાની કિંમત ઘટને 42 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.
આ કારણે સસ્તું થયું સોનું
નાણામંત્રી નિર્મલા સીતરમણે નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. હાલમાં સમયમાં 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી લાગે છે. આ પહેલા જુલાઈ 2019માં આ રેટ 10 ટકાથી વધારે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી તેના ભાવમાં પણ ઝડપથી ઉછાળો આવ્યો. કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement