શોધખોળ કરો
Advertisement
સોનાના ભાવ 7 મહિનાની નીચી સપાટીએ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વૈશ્વિક બજારોના પગલે અમદાવાદમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેંદ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ભારે ઘટાડાની જાહેરાત કરાઈ છે. જે બાદથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 7 મહિનામાં સોનું 11,500 રૂપિયા સસ્તું થયું છે.
ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56 હજાર 200 રૂપિયાની આસપાસ હતો. જે બે માર્ચે 44 હજાર 700ની આસપાસ પહોંચ્યો છે. અને જાન્યુઆરીથી અત્યાર સુધી સોનાના ભાવમાં અંદાજીત 5540 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારોના પગલે અમદાવાદમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 જાન્યુઆરીએ 22 કેરેટ સોનાનો ભાવ અમદાવાદમાં 51 હજાર 500 પ્રતિ 10 ગ્રામ આસપાસ હતો. જે 3 માર્ચના રોજ 46 હજાર 700 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. આમ બે મહિનામાં અમદાવાદમાં સોનાનો ભાવ 4800 જેટલો ઘટ્યો છે.
જો ચાંદીની વાત કરવામાં આવે તો એ લગભગ 1100 રૂપિયા મોંઘી થઈ છે. 1 જાન્યુઆરીએ ચાંદી 66950 રૂપિયા પર હતી. જે હવે 67 હજાર 73 રૂપિયા થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion