Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: આ વર્ષે સોનાના ભાવમાં વધારાને કારણે તેમાં રોકાણ કરનારા રોકાણકારોને જબરદસ્ત વળતર મળ્યું છે

Gold-Silver Rate: વર્ષ 2025માં સોનાના ભાવ (Gold Rates) એક નવી ઉંચાઇએ પહોંચી ગયા છે અને તેની ચમક સતત વધી રહી છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ટ્રેડિંગ ખુલતાની સાથે જ તે ફરી એકવાર ઝડપી ગતિએ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold Price) ના સ્તરને પાર કરી ગયા હતા, જ્યારે બીજી તરફ ચાંદીનો ભાવ પણ 1.16 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના નવા લાઈફ ટાઈમ હાઇ લેવલ પર પહોંચી ગયા હતા.
10 ગ્રામ 24 કેરેટ સોનાનો નવો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ગોલ્ડ રેટ) પર 5 ઓગસ્ટના એક્સપાયરી વાળા ગોલ્ડના રેટ બુધવારે બિઝનેસ શરૂ થતા જ ઊછળીને 1,00,453 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયા હતા. છેલ્લા બે દિવસમાં સોનાનો ભાવ 98000 થી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે અને તે પ્રતિ 10 ગ્રામ લગભગ 2000 રૂપિયા મોંઘો થયો છે. ફ્યુચર્સ ટ્રેડિંગમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ તેના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
2025માં અત્યાર સુધીમાં સોનું 21000 રૂપિયા મોંઘુ થયું છે
આ વર્ષે સોનાના ભાવમાં વધારાને કારણે તેમાં રોકાણ કરનારા રોકાણકારોને જબરદસ્ત વળતર મળ્યું છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2025ના શરૂઆતના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ, MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 78,957 રૂપિયા હતો, જે હવે 1,00,453 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે અને જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં પ્રતિ 10 ગ્રામ 21,496 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
ચાંદી રેકોર્ડ તોડી રહી છે
ચાંદીની કિંમત પણ સતત તેના જૂના રેકોર્ડ તોડીને નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે MCX ચાંદીના દરો વિશે વાત કરીએ તો તે ખુલતાની સાથે જ તેની કિંમત એક નવા લાઇફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઇ હતી. 5 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી 1 કિલો ચાંદીની કિંમત 1,16,275 રૂપિયા થઈ ગઈ. જો આપણે આ વર્ષે ચાંદીના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો 1 જાન્યુઆરી, 2025ના રોજ ચાંદી 93,010 રૂપિયા પ્રતિ કિલો હતી અને જો નવીનતમ દર સાથે સરખામણી કરીએ તો તેની કિંમત અત્યાર સુધી 23,265 રૂપિયા વધી ગઈ છે.
સોનું ખરીદતી વખતે તમારા માટે તેની શુદ્ધતા વિશે જાણવું પણ મહત્વપૂર્ણ છે અને તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ સોનાના દાગીના બનાવવા માટે થાય છે અને જ્યારે તમે સોનાના દાગીના ખરીદો છો ત્યારે તમે તેના પર ચિહ્નિત હોલમાર્ક જોઈને તેની શુદ્ધતા વિશે જાણી શકો છો. હકીકતમાં 24 કેરેટના સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.





















