Gold Silver Price Today: લગ્નની સિઝન વચ્ચે આજે ફરી સોનું મોંઘુ થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે?
યુએસ માર્કેટમાં આજે સવારે સોનાની હાજર કિંમત 0.2 ટકા વધીને $1,855.11 પ્રતિ ઔંસ હતી, જ્યારે ચાંદીની હાજર કિંમત 0.1 ટકા વધીને $21.57 પ્રતિ ઔંસ હતી.
Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ગુરુવારે સવારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. માંગ વધવાને કારણે સોનું મોંઘુ થયું છે, તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદા કિંમત રૂ. 25 વધીને રૂ. 50,847 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ સોનામાં કારોબાર 50,939 રૂપિયાના સ્તરે શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં જ ઓછી ખરીદી અને માંગને કારણે તેની કિંમત 0.05 ટકા વધીને 50,848 થઈ ગઈ હતી.
ચાંદીના ભાવમાં ઘટાડો
એમસીએક્સ પર આજે સવારે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારના વેપારમાં ચાંદી રૂ. 351 ઘટીને રૂ. 60,401 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. અગાઉ, ચાંદીમાં કારોબાર રૂ. 60,550 પ્રતિ કિલોના સ્તરે શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં તે 0.58 ટકા ઘટીને 60,401ના સ્તરે આવી ગયો હતો.
વૈશ્વિક બજારમાં તેજી
વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં આજે સવારે સોનાની હાજર કિંમત 0.2 ટકા વધીને $1,855.11 પ્રતિ ઔંસ હતી, જ્યારે ચાંદીની હાજર કિંમત 0.1 ટકા વધીને $21.57 પ્રતિ ઔંસ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં લગભગ 1 ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં પ્લેટિનમની કિંમત 0.2 ટકા ઘટીને 990.64 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
આ કારણે ભાવમાં થઈ રહી છે મોટી વધઘટ
યુએસએ બુધવારે મોડી સાંજે ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા, જે એપ્રિલમાં 8.3 ટકા હતો. જો કે ઓગસ્ટ 2021 પછી મોંઘવારીનું આ સૌથી નીચું સ્તર છે, પરંતુ તે અર્થશાસ્ત્રીના અનુમાન કરતા ઘણું વધારે છે. ફુગાવાના સ્તરને જોતા રોકાણકારોને આશંકા છે કે ફેડ વ્યાજદરમાં હજુ પણ વધારો કરી શકે છે. આ ડરને કારણે, રોકાણકારો તેમના નાણાં બજારમાંથી બહાર કાઢી રહ્યા છે અને તેને સોનામાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે પીળી ધાતુને રોકાણ માટે હેવન એસેટ ગણવામાં આવે છે.
અગાઉ, ફેડ રિઝર્વે મેની શરૂઆતમાં જ તેના વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે ભવિષ્યમાં વધુ વધારો કરવાના સંકેતો પણ આપવામાં આવ્યા હતા. વ્યાજદરમાં આ વધારો અમેરિકાના 22 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ છે.