શોધખોળ કરો

Gold Silver Price Today: સતત ચોથા સત્રમાં સોનું થયું સસ્તું, જાણો ભાવ કેટલા ઘટ્યા અને આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે?

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને આજે સવારે એમસીએક્સ પર ચાંદીની વાયદાની કિંમત 1.3 ટકા ઘટીને રૂ. 60,494 પ્રતિ કિલો થઈ ગઈ છે.

Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં નરમાઈના કારણે બુધવારે સવારે સતત ચોથા સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે ભારતીય બજારમાં સોનાના વાયદાના ભાવમાં લગભગ 0.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને રૂ. 50,610 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમાં આજે 0.3 ટકાની નરમાઈ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડાનું આ સતત ચોથું સત્ર છે અને આ સમયગાળા દરમિયાન પીળી ધાતુમાં લગભગ રૂ. 500નો ઘટાડો થયો છે.

ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને આજે સવારે એમસીએક્સ પર ચાંદીની વાયદાની કિંમત 1.3 ટકા ઘટીને રૂ. 60,494 પ્રતિ કિલો થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.3 ટકા ઘટીને 1,827.03 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોનાની કિંમતમાં આ ઘટાડો ડોલરની મજબૂતાઈને કારણે આવ્યો છે, જે હાલમાં 20 વર્ષની ટોચે છે. જો આગામી સમયમાં ડોલરના ભાવમાં નરમાઈ આવશે તો સોનું ફરી મોંઘુ થશે.

વૈશ્વિક બજારમાં ચાંદીના હાજર ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી અને આજે સવારે તે 1 ટકા ઘટીને 21.45 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોના-ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પ્લેટિનમની હાજર કિંમત 0.7 ટકા ઘટીને 930.91 ડોલર અને પેલેડિયમની કિંમત 0.8 ટકા ઘટીને 1,862.40 ડોલર થઈ હતી.

સોનામાં હવે નરમાઈ જોવા મળશે

નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં અસામાન્ય વધઘટ જોવા મળી રહી છે, જે હજુ થોડો સમય ચાલુ રહેવાની ધારણા છે. વૈશ્વિક માર્કેટમાં મંદી અને ફુગાવાના દબાણને કારણે સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે નહીં, પરંતુ જો ફેડ રિઝર્વ વ્યાજદરમાં હજુ વધુ વધારો કરશે તો ડોલરને ટેકો મળશે અને સોનાના ભાવ ફરી એકવાર નીચે જઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Bhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget