Gold-Silver Price Today: સોનાની કિંમતમાં સામાન્ય તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી અને મુંબઈમાં સોનાની કિંમત 46,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold-Silver Price 16 August: આજે સોનાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સુધારા અને રૂપિયામાં નબળાઈ વચ્ચે સોમવારે 22 કેરેટ સોનાના ભાવ 10 રૂપિયા વધીને 46,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 46,150 રૂપિયા પર બંધ થઈ હતી. વેબસાઈટ ગુડ રિટર્ન્સ અનુસાર ચાંદી 63,200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.
નવી દિલ્હી અને મુંબઈમાં સોનાની કિંમત 46,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વેબસાઈટ અનુસાર, ચેન્નઈમાં સોનું 44,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, 24 કેરેટ સોનાનો ભાવ પણ 10 રૂપિયા વધીને 47,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. નવી દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 50,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે મુંબઈમાં તે 47,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ડેલ્ટા વેરિએન્ટના કેસો વધતા વેપારીઓ અને રોકાણકારો સાવચેત
નોંધનીય છે કે, ઘણા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસો વધવાને કારણે વેપારીઓ અને રોકાણકારો સાવચેત વલણ દર્શાવી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો વધ્યા છે. આ સિવાય ડોલર સામે રૂપિયામાં વધઘટની અસર સોનાના ભાવ પર પણ પડે છે. કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ શકે છે.
એક્સાઇઝ ડ્યુટી, સ્ટેટ ટેક્સ અને મેકિંગ ચાર્જને કારણે દેશભરમાં સોનાના દાગીનાની કિંમત બદલાય છે. ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે.
છેલ્લા 50 વર્ષમાં સોનાના ભાવમાં 261 ગણો વધારો થયો
ભારતમાં સોનાની કિંમત 1970ની તુલનામાં 261 ગણી વધારે છે. 1970માં સોનું 184 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેચાતું હતું, જે હવે 48 હજાર છે.
ગયા વર્ષે સોનું 56 હજારની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું
ઓગસ્ટ 2020માં સોનું પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તરે સ્પર્શી ગયું હતું. રસી આવ્યા બાદ માર્ચ 2021માં તે ઘટીને 43 હજાર થયું હતું અને હવે સોનું 48 હજાર પર પહોંચી ગયું છે.
ભારત દર વર્ષે 800 ટન સોનાનો વપરાશ કરે છે
ભારત દર વર્ષે 700-800 ટન સોનાનો વપરાશ કરે છે, જેમાંથી 1 ટન ભારતમાં ઉત્પન્ન થાય છે અને બાકીનું આયાત થાય છે. દેશમાં 2020માં સોનાની આયાત 344.2 ટન હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 47% ઓછી હતી. 2019 માં તે 646.8 ટન હતું.
નિષ્ણાંતોનું કહેવું છે કે, બીજી લહેર બાદ અર્થતંત્રમાં સુધારો શરૂ થયો છે. જો આવનારા દિવસોમાં કોરોના મહામારીનો પ્રકોપ ન વધે તો સોનામાં વધુ ઉછાળાની આશા નથી.
તમારે સોનામાં માત્ર મર્યાદિત રકમનું રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, કુલ પોર્ટફોલિયોના માત્ર 10 થી 15% સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનામાં રોકાણ કટોકટી દરમિયાન તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે, પરંતુ તે લાંબા ગાળે તમારા પોર્ટફોલિયોનું વળતર ઘટાડી શકે છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.