શોધખોળ કરો
Advertisement
સોના-ચાંદીના ભાવમાં ભડકો, બે દિવસમાં ચાંદીની કિંમત 2500 રૂપિયા વધી, જાણો લેટેસ્ટ ભાવ
વિશ્વબજારમાં ઔંશદીઠ સોનાના ભાવ ૧૯૩૫થી વધી ૧૯૫૦ ડોલર નજીક પહોંચ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ૨૭.૨૯થી ૨૭.૩૦ ડોલરથી વધી ૨૭.૪૪થી ૨૭.૪૫ ડોલર સાંજે બોલાઈ રહ્યા હતા.
સોના-ચાંદીની કિંમતમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં સોના ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં સોના ચાંદીની બજારમાં ચાંદીમાં એક કિલો દીઠ એક હજારના ભાવ વધારા સાથે 69 હજાર 500ની સપાટી પર પહોંચી ગઈ છે. જ્યારે સોનામાં 99.9 ગ્રામમાં 4520 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સોનાની કિંમત 53 હજાર 250 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ચાંદીની કિંમતમાં 2500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદમાં સોનાના ભાવમાં 1250 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
વિશ્વબજારમાં ઔંશદીઠ સોનાના ભાવ ૧૯૩૫થી વધી ૧૯૫૦ ડોલર નજીક પહોંચ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ૨૭.૨૯થી ૨૭.૩૦ ડોલરથી વધી ૨૭.૪૪થી ૨૭.૪૫ ડોલર સાંજે બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરની પીછેહઠ વચ્ચે સોનામાં તેજી આગળ વધ્યાની ચર્ચા હતી.
દેશમાં ૨૦૨૦માં સોનાની આયાત ઘટી આશરે ૨૭૫.૫૦ ટન આસપાસ થતાં આવા આયાત ઘટાડામાં આશરે ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. કોરોનાનો ઉપદ્રવની અસર આવી આયાત પર પડી છે. જોકે દેશમાં ડિસેમ્બર મહિનામાં સોનાની આયાત આશરે ૧૮ ટકા વધી ૫૫.૪૦ ટન થઈ છે છતાં ૨૦૨૦ના આખા વર્ષમાં આવી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement