શોધખોળ કરો
Advertisement
નવા વર્ષના પહેલા જ દિવસે સોના-ચાંદીની ચમક વધી, જાણો આજના લેટેસ્ટ ભાવ
કોરોના વાયરસને કારણે ફિઝિકલ ગોલ્ડની માગ ઘટી છે. લોકડાઉનને કારણે ઘરેલુ માર્કેટમાં જ્વેલરીની ફિઝિકલ માગમાં ઘટાડો જોવા મળ્યો છે.
નવા વર્ષના પ્રથમ દિવસે ગોલ્ડની કિંમતમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સમાં ગોલ્ડ 0.09 ટકા વધીને 50198 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીમાં 0.14 ટકાના ઉછાળા સાથે 68200 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેલ થઈ રહ્યું છે. દેશમાં 2020માં સોના અને ચાંદીમાં આખું વર્ષ ઉછાળો જોવા મળ્યો હતો. સોનામાં 27 ટકાનો ઉછાળો જોવા મળ્યો તો ચાંદીની વૈશ્વિક બજારમાં કિંમત 50 ટકા જેટલી વધી હતી.
સોનામાં દાયકાનો સૌથી મોટો ઉછાળો
વૈશ્વિક બજારમાં સોનામાં આ વર્ષે 25 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ દાયકામાં સૌથી મોટો ઉછાળો છે. જોકે સોનું ગુરુવારે 0.2 ટકાના સામાન્ય ઘટાડા સાથે 1893.36 ડોલર પર ટ્રેડ થયું હતું.
આ વર્ષે સોનામાં રેકોર્ડ ઉછાળો
વર્ષ 2020માં એક સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારોમાં સોનાની માગમાં ઉછાળો જોવા મળ્યો હતો તો બીજી બાજુ માગની સામે પુરવઠો પણ ઘટ્યો હતો. જેના કારણે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે કિંમતના મામલે સોના કરતાં ચાંદીમાં વધારે વળતર મળ્યું છે. સોના-ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુ પ્લેડિયમની કિંમત પણ 20 ટકા વધી છે.
કોરોના વાયરસને કારણે ફિઝિકલ ગોલ્ડની માગ ઘટી છે. લોકડાઉનને કારણે ઘરેલુ માર્કેટમાં જ્વેલરીની ફિઝિકલ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ આ વર્ષે 30 ટકા વધ્યું છે. 2009 બાદ પ્રથમ વખત તેના હોલ્ડિંગમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion