શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજે કેટલા છે ભાવ
ગોલ્ડમાં ઉછાળો આવતા ગોલ્ડ હોલ્ડિંગ ઘટ્યું છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ 0.2 ટકા ઘટીને 1167.82 ટન પર પહોંચી ગયું.
અમેરિકાની અર્થવ્યવસ્થાને સ્ટિમ્યુઅલ પેકેજ મળવાની સંભાવના વધવા અને કોરોના વાયરસના વધતા કેસને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. તેની અસર ઘરઆંગણે પણ જોવા મળી રહી છે. સોમવારે એમસીએક્સમાં સોનું 0.75 ટકા વધીને 50678 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું અને ચાંદી ફ્યૂચરમાં ત્રણ ટકા એટલે કે 2000 રૂપિયા વધીને 69874 રૂપિયા પ્રતિ કિલો પર બોલાઈ રહી હતી. આ પહેલાના સેશનમાં ગોલ્ડ ફ્યૂચર 0.17 ટકા વધ્યું હતું. તેના પ્રથમ ત્રણ દિવસમાં ગોલ્ડમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો તે 0.6 ટકા ઘટ્યું હતું.
દિલ્હી માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો
દિલ્હી માર્કેટમાં સોમવારે સોનાની કિંમત 003 ટકા વધીને 49730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. અમદાવાદમાં હાજર સોનું 49790 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50256 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. વૈશ્વિક બજારમાં હાજર સોનું 0.4 ટકા વધીને 1888.76 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.2 ટકા વધીને 1892.80 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું હતું.
ગોલ્ડ હોલ્ડિંગમાં ઘટાડો
બીજી બાજુ ગોલ્ડમાં ઉછાળો આવતા ગોલ્ડ હોલ્ડિંગ ઘટ્યું છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ 0.2 ટકા ઘટીને 1167.82 ટન પર પહોંચી ગયું. જ્યારે સિલ્વરની કિંમત એક ટકા ઘટીને 25.79 ડોલર પ્રતિ ઔંસ રહી છે. દિલ્હી માર્કેટમાં સોમવારે સોનનાની કિંમત 0.3 ટકા વધીને 49730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion