શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વૈશ્વિક માર્કેટમાં સોનું ગુમાવી રહ્યું છે ચમક, જાણો ભારતમાં શું છે ભાવ, લેટેસ્ટ અપડેટ
ભારતમાં બુધારે એમસીએક્સ પર સોનાની કિંમત 0.62 ટકા એટલે કે 305 રૂપિયા વધીને 49,252 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ઘરઆંગણે સોના અને ચાંદીની કિંમતમાં આંતરરાષ્ટ્રીય કિંમતના ટ્રેન્ડની વિરૂદ્ધ ગુરુવારે ઉછાળો જોવા મળ્યો છે. બીજી બાજુ બ્રિેટનમાં ફાઈઝરની રસીને મંજૂરી મળવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સે બુધવારે બ્રિટેનમાં ફાઈઝરની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેનાથી પણ ત્યાં સોનાની કિંમતમાં ઘટાડાની સંભાવના વધી ગઈ છે.
એમસીએક્સમાં સોનાની કિંમતમાં ઉછાળો
ભારતમાં બુધારે એમસીએક્સ પર સોનાની કિંમત 0.62 ટકા એટલે કે 305 રૂપિયા વધીને 49,252 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 0.77 ટકા એટલે કે 487 રૂપિયા વધીને 63,812 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. દિલ્હી ગોલ્ડ માર્કેટમાં હાજર સોનું 675 રૂપિયા વધીને 48,169 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીની કિંમત 1280 રૂપિયા વધીને 62,496 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. જ્યારે ગુરુવારે અમદાવદા ગોલ્ડ માર્કેટમાં હાજરમાં સોનું 48,973 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયું. ગોલ્ડ ફ્યૂચરની કિંમત 48,643 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
વૈશ્વિક બજારમાં સોનાના ઘટાડો
વૈશ્વિક બજારમાં ગુરુવારે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. બ્રિટેનમાં ફાઈઝરની રસીને મંજૂરી મળ્યા બાદ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની સંભાવનાઓને પગલે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું 0.2 ટકા ઘટીને 1826.10 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 1829.50 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. જ્યારે સિલ્વરની કિંમત 1.2 ટકા ઘટીને 23.82 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion