Gold Silver Rate Today: સતત ઘટાડા બાદ સોના-ચાંદીમા સામાન્ય તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં સોનું નવ મહિનાની નીચલી સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે.
અમેરિકામાં 1.9 ટ્રિલિયન ડોલરના સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી મળતા જ ગોલ્ડ અને ચાંદીમાં મજબૂતી જોવા મળી છે. તેનાથી વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે અને તેની ભારતના બજાર પર પણ અસર જોવા મળી રહી છે. અમેરિકામાં નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું કે, 1.9 ટ્રિલિયન ડોલરના સ્ટિમ્યુલસથી અમેરિકન અર્થવ્યવસ્થાને ઘણા મજબૂતી મળશે. તેનાથી આગળ ચાલીને સોનામાં તેજી આવી શકે છે.
એમસીએક્સમાં સોનામાં ઉછાળો
મંગળવારે એમસીએક્સમાં દસ ગ્રામ સોનાની કિંમત 0.3 ટકા ઉછળીને 44,351 રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે ચાંદીની કિંમત 0.39 ટકા વધીને 66,111 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. બીજી બાજુ મંગળવારે અમદાવાદમાં હાજર બજારમાં સોનું 44349 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 44291 રૂપિયા રહી હતી. સોમવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાના ભાવ 122 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટ્યા હતા. સોનું 44114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયું હતું. આ પહેલાના દિવસે સોનું 44236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદીની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. સોમવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં ચાંદી 587 રૂપિયાની તેજી સાથે 65,236 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો
વૈશ્વિક બજારમાં સોનું નવ મહિનાની નીચલી સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. સોમવારે હાજરમાં સોનું 1681.81 ડોલર પ્રતિ ઔંસ પર વેચાયું. 5 જૂન, 2020ના રોજ તે ઘટીને પોતાની નીચલી સપાટી 1676.10 પર પહોંચી ગયું હતું. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 1679.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું.
જ્યારે ભારતીય બજારનો સવાલે છે તો સોનું 44100 રૂપિયાની સપાટી પર ટક્યું છે અને 44680 રૂપિયા પ્રતિકારક સપાટી છે. ચાંદી 65500 રૂપિયા પર સપોર્ટ મળી શકે છે. જ્યારે 66400 પ્રતિકારક સપાટી છે. બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે ઘટીને 1063.43 ટન પર પહોંચી ગયું છે.