શોધખોળ કરો

Yes Bankના ગ્રાહકો આનંદો, બેંકિંગ સેવા થઈ પૂર્વવત, પહેલાની જેમ જ ઉપાડી શકાશે રૂપિયા

રિઝર્વ બેંકે 5 માર્ચથી યસ બેંક પર આર્થિક નિયંત્રણો મૂકી દીધા હતા. જે બાદ ગત સપ્તાહે પુનર્ગઠન યોજના જાહેર કરવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સંકટમાં ફસાયેલી Yes Bankનું કામકાજ આજે સાંજે 6 વાગ્યાથી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો માટે તમામ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. યસ બેંકે ટ્વિટર પર લખ્યું કે, “અમારી બેંક સેવાઓ ફરીથી કાર્યરત થઈ ગઈ છે. તમે અમારી સેવાનો લાભ લઈ શકો છો. સહયોગ અને ધીરજ માટે ધન્યવાદ.” રિઝર્વ બેંકે 5 માર્ચથી યસ બેંક પર આર્થિક નિયંત્રણો મૂકી દીધા હતા. જે બાદ ગત સપ્તાહે પુનર્ગઠન યોજના જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ કેન્દ્રીય બેંકે એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકનું સુકાન સોંપ્યું હતું.
રિઝર્વ બેંક દ્વારા પ્રસ્તાવિત યોજના અંતર્ગત એસબીઆઈ યસ બેંકનો 49 ટકા હિસ્સો ખરીદશે. યસ બેંક સંકટ મામલે ઈડીએ બેંકના સ્થાપક રાણા કપૂરની 8 માર્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. સીબીઆઈ તેની સામે અલગથી એક મામલો નોંધાવી ચુકી છે. Yes Bankના શેરમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં યસ બેંકના શેરમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસના સંકટના કારણે ભારતીય શેરબજાર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે તેવા જ સમયે યસ બેંકના શેરમાં તેજી આવી છે. બેંકનો શેર ગઈકાલના 58.65ની સરખામણીએ આજે 64.45 પર બંધ થયો હતો. આ દિવસ દરમિયાન તેનો સર્વોચ્ચ ભાવ 87.30 જોવા મળ્યો હતો. બેંકના શેરમાં તેજી આવવા પાછળનું કારણ રેટિંગ એજન્સી મૂડીઝ છે. મૂડીઝે યસ બેંકના આઉટલુકને પોઝિટિવ કરીને તેની છબી સુધારી છે. આરબીઆઈની પુનર્ગઠન યોજના અંતર્ગત શેરના દેખાવમાં થઈ રહેલા સુધારાને લઈ એજન્સીએ આ પગલું ભર્યુ છે. Coronavirus: TMC સાંસદ અને એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડથી પરત ફરી, લીધો આ મોટો નિર્ણય, માતા-પિતાને કરી ખાસ વિનંતી Nirabhaya Case: દોષિતોનો નવો પેંતરો, 20 માર્ચે થનારી ફાંસી પર રોક લગાવવાની માંગ સાથે કોર્ટમાં કરી નવી અરજી ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Embed widget