PMMY: મોદી સરકારે દિવાળી પર ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સાહસિકોને આપી મોટી ભેટ, હવે મળશે ડબલ ફાયદો!
Mudra Loan: એપ્રિલ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 2,20,662 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
![PMMY: મોદી સરકારે દિવાળી પર ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સાહસિકોને આપી મોટી ભેટ, હવે મળશે ડબલ ફાયદો! good-news-on-diwali-2024-loan-limit-under-pradhan-mantri-mudra-yojana-increased-to-20-lakh-rupees PMMY: મોદી સરકારે દિવાળી પર ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સાહસિકોને આપી મોટી ભેટ, હવે મળશે ડબલ ફાયદો!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/19/25ecae58e07f540ab7c6db135cf44b871729350186702729_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pradhan Mantri Mudra Yojana: દિવાળી (Diwali) પહેલા મોદી સરકાર(Modi Government)એ એવા ઉદ્યોગસાહસિકોને મોટી ભેટ આપી છે જેઓ પોતાનો બિઝનેસ વધારવાની યોજના બનાવી રહ્યા છે. હવે તેઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પહેલા કરતા બમણી લોન મેળવી શકશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના(Pradhan Mantri Mudra Yojana) હેઠળ મુદ્રા લોન(Mudra Loan)ની મર્યાદા હાલના 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
10 લાખ રૂપિયાની લોન મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવી
નાણા મંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) હેઠળ આપવામાં આવતી 10 લાખ રૂપિયાની લોન મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવશે . હવે આ જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મર્યાદા વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે અને આવા નવા ઉદ્યોગસાહસિકો કે જેમને ભંડોળની જરૂર છે તેમને હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે વધુ ભંડોળ પૂરું પાડી શકાય છે.
શિશુ, કિશોર અને તરુણ નામની ત્રણ શ્રેણીઓ છે
હાલમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજના(Pradhan Mantri Mudra Yojana) માં શિશુ, કિશોર અને તરુણ નામની ત્રણ શ્રેણીઓ છે જે હેઠળ લોન આપવામાં આવે છે. હવે તરુણ પ્લસ નામની નવી કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. મુદ્રા યોજનામાં શિશુ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે. કિશોર યોજના હેઠળ પોતાના વ્યવસાય કરનાર 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લઈ શકે છે. તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિયમ છે. તરુણ યોજના હેઠળ લીધેલી લોન સફળતાપૂર્વક પરત કરી ચૂકેલા ઉદ્યોગપતિઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે તરુણ પ્લસ કેટેગરી હેઠળ રૂ. 10 લાખથી રૂ. 20 લાખ સુધીની લોન મેળવી શકશે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, માઇક્રો યુનિટ્સ માટે ક્રેડિટ ગેરંટી ફંડ (Credit Guarantee Fund for Micro Units) હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન પર ગેરંટી કવરેજ આપવામાં આવશે.
આ પણ વાંચો...
મુકેશ અંબાણી અને Nvidiaના જેન્સેન હુઆંગ સાથે મળીને ભારતમાં બનાવશે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બદલાઈ જશે બિઝનેસની તસવીર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)