શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Google પર લાગ્યો 12.24 લાખ કરોડનો દંડ, યૂટ્યૂબે બાળકોનો ડેટા અન્ય કંપનીને વેચ્યો હતો
કંપની પર આરોપ છે કે તેની સહયોગી અને વીડિયો શેરિંગ કંપની યૂટ્યૂબ ગરેકાયદે બાળકોનો ડેટા ભેગા કર્યા હતા અને અન્ય કંપનીઓ સાથે શેર કર્યા હતા.
નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલ પર અમેરિકા ના ફેડરસ ટ્રેડ કમીશને 12. 24 લાખ કરોડનો(170 કરોડ ડોલર) દંડ ફટકાર્યો છે. કંપની પર આરોપ છે કે તેની સહયોગી અને વીડિયો શેરિંગ કંપની યૂટ્યૂબ ગરેકાયદે બાળકોનો ડેટા ભેગા કર્યા હતા અને અન્ય કંપનીઓ સાથે શેર કર્યા હતા. આ ડેટાને ભેગો કરવા માટે કંપનીએ બાળકોના માતા પિતાની મંજૂરી પણ લીધી નથી.
ગૂગલે એફટીસી અને ન્યૂયોર્ક સ્ટેટ અટૉની સામે પોતાની ભૂલનો સ્વીકાર કરતા દંડ ભરવા સહમતિ વ્યક્ત કરી છે. એફટીસીના ચેરમેન જો સીમંસે જણાવ્યું કે યૂટ્યૂબને સૌથી વધુ બાળકો પંસદ કરે છે. એવામાં બાળકોની ખાનગી જાણકારીને કોઈ અન્ય કંપની સાથે શેર કરવું અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
બાળકોની પ્રાઈવસીના ઉલ્લંઘન મામલે અમેરિકા ગ્રાહક સુરક્ષા નિયામક ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા લગાવવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હશે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં જ એફટીસીએ યૂઝર્સના ટેડાનો ખોટો ઉપયોગ કરવા બદલ ફેસબૂકને 3500 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
અમેરિકી નાગરિકોના સોશિયલ મીડિયા ડેટા, જેનેટિક ડેટા, ફેશિયલ રિકૉગ્નિશન ડેટા તથા અન્ય ખાનગી ડેટાની સુરક્ષા માટે કૉંગ્રેસના સભ્યોએ આ વર્ષે અને ખાનગી તથા પારદર્શિતા વિધેયક લાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion