Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી
Surat: સુરતમાં ભાજપના મહિલા નેતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સુરત શહેરમાં વોર્ડ નંબર-30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 34 વર્ષીય મહિલા નેતાના નિધનથી ભાજપમાં શોકનો માહોલ છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી. ચિરાગ પટેલ અને આકાશ પટેલ પર પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા. તે બંનેએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસને જાણ કરવાના બદલે મૃતદેહ નીચે ઉતાર્યો હતો.સુરતમાં ભાજપ મહિલા નેતાએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અલથાણામાં વોર્ડ નં.30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે દિપિકા પટેલે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા થઈ છે. પરિવારજનોનું કહેવું છે કે ઘટના સમયે ઘરમાં માત્ર બાળકો અને કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલ હાજર હતા. બન્નેએ પહેલા પોલીસને જાણ કરવાની જગ્યાએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પરિવારજનો આ ઘટનામાં તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે.
આ મામલે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે નિવેદન આપ્યું હતું કે હત્યા કરવામાં આવી હોય તેવા કોઈ આક્ષેપ મૃતકના પતિએ કર્યા નથી. મૃતકના પતિ સાથે તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે. પરિવારજનોને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેને આધારે પોલીસ કાર્યવાહી કરશે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે.
મૃતક મહિલાના સંબંધી મિનેષ પટેલના જણાવ્યા પ્રમાણે બનાવ સમયે દિપીકાબેનના પતિ ઘરે ન હતા પરંતુ તેમના છોકરાઓ ઘરે હતા. દિપીકાબેને આપઘાત કરી લેવાના મેસેજ મળતા ચિરાગ સોલંકી અને આકાશ નામના વ્યક્તિઓ ત્યા પહોચ્યા હતા. જેમાં ચિરાગ સોલંકી દિપીકાબેન સાથે નગર સેવક તરીકે કામ કરતો હતો.
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત