શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે સરકારને RComની 104 કરોડ રૂપિયાની બેંક ગેરંટી પરત આપવા કર્યો આદેશ, જાણો વિગતે
સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની 104 કરોડની રકમ પરત કરવામાં આવે.
![સુપ્રીમ કોર્ટે સરકારને RComની 104 કરોડ રૂપિયાની બેંક ગેરંટી પરત આપવા કર્યો આદેશ, જાણો વિગતે Government To Refund Rs 104 Crore To RCom After Top Court Rejects Request સુપ્રીમ કોર્ટે સરકારને RComની 104 કરોડ રૂપિયાની બેંક ગેરંટી પરત આપવા કર્યો આદેશ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/07173940/Anil-ambani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની 104 કરોડની રકમ પરત કરવામાં આવે. આરકોમની આ રકમ બેન્ક ગેરન્ટી તરીકે સરકાર પાસે જમા છે. આ કેસમાં ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રીબ્યુનલએ 21મી ડિસેમ્બર, 2018ના રોજ આરકોમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રીબ્યુનલએ કહ્યું હતુ કે આરકોમની 908 કરોડની બેન્ક ગેરન્ટીમાં સરકાર સ્પેક્ટ્રમ ચાર્જના રૂપિયા 774 કરોડની ચુકવણીના સંદર્ભમાં રૂપિયા 104 કરોડની રકમ પરત કરે. ટેલિકોમ વિભાગ 30 કરોડ રૂપિયા અગાઉથી જ એડજસ્ટ કરી ચુક્યું છે. આ ચુકાદાને સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો.
કારોબારમાં નુકસાન થવાથી અને દેવામાં વધારો થવાથી આરકોમે 3 વર્ષ અગાઉ કામગીરી બંધ કરી દીધી હતી. તેણે રિલાયન્સ જીઓના સ્પેક્ટ્રમનું વેચાણ કરી નાદાર થવાથી બચવાના પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકાર તરફથી મંજૂરીમાં વિલંબને લીધે સમજૂતી થઈ શકી ન હતી. આ સંજોગોમાં કંપનીએ જાતે જ નાદારીની પ્રક્રિયાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જેથી આકોમની એસેટ્સનું વેચાણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)