શોધખોળ કરો

GST Rate: આવકવેરામાં રાહત આપ્યા બાદ હવે GST દર ઘટાડવાની તૈયારી!

દેશમાં માંગ અને વપરાશને વેગ આપવા માટે GST કાઉન્સિલ હવે GST દરોમાં ઘટાડો કરવા પર વિચાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સરકાર 12 ટકા સ્લેબ GST દરને નાબૂદ કરી શકે છે.

GST Rate: દેશમાં માંગ અને વપરાશને વેગ આપવા માટે GST કાઉન્સિલ હવે GST દરોમાં ઘટાડો કરવા પર વિચાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સરકાર 12 ટકા સ્લેબ GST દરને નાબૂદ કરી શકે છે. અને આ સ્લેબમાં આવતા માલને 5 ટકાના સ્લેબમાં અથવા જો જરૂરી હોય તો 18 ટકાના સ્લેબમાં મૂકી શકાય છે. આ કવાયતનો ઉદ્દેશ GST દરના માળખાને તર્કસંગત બનાવવા અને વપરાશમાં વધારો કરવાનો છે.

મિન્ટે સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રના સૂચનો બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના મંત્રીઓના જૂથ સમક્ષ મૂકવામાં આવ્યા છે. મંત્રીઓનું આ જૂથ જીએસટીના દરમાં ઘટાડો કરીને તેને તર્કસંગત બનાવવાનું વિચારી રહ્યું છે. એપ્રિલ 2023 માં, 18 ટકા જીએસટી સ્લેબમાં 600 વસ્તુઓ, 12 ટકાના દરના સ્લેબમાં 275, 5 ટકાના સ્લેબમાં 280 અને 28 ટકાના દરના સ્લેબમાં લગભગ 50 વસ્તુઓ આવે છે.

15મા નાણાપંચના અધ્યક્ષ એન.કે. સિંહે પણ ચાર GST દરોને બદલે ત્રણ સ્લેબ માટે કહ્યું છે. મિન્ટના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલય અને GST કાઉન્સિલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બજેટ સત્રનો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

એક રિસર્ચ પેપર મુજબ, જીએસટી દરને તર્કસંગત બનાવવાનો આ યોગ્ય સમય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી અનુસાર, જે પ્રોડક્ટ્સ પર GST મુક્તિ આપવામાં આવી રહી છે તેનાથી ઓછી આવક ધરાવતા જૂથો કરતાં સમૃદ્ધ પરિવારોને વધુ ફાયદો થઈ રહ્યો છે. ગરીબોના વપરાશની બાસ્કેટમાં સમાવિષ્ટ 20 ટકાથી ઓછી વસ્તુઓ પર GST મુક્તિ ઉપલબ્ધ છે, જ્યારે હાલમાં અમીરોના વપરાશની બાસ્કેટમાં મોટાભાગની વસ્તુઓ પર GST મુક્તિની જોગવાઈ છે.

વાસ્તવમાં લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવે અને દરોને તર્કસંગત બનાવવામાં આવે. હાલમાં GST હેઠળ ટેક્સના ચાર સ્લેબ છે. તે ચાર સ્લેબ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. કેટલીક લક્ઝરી  વસ્તુઓ પર અલગ સેસની જોગવાઈ છે. GST સ્લેબની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવાની માંગ કરવામાં આવી છે.   

નવું આવકવેરા બિલ 2025: આ આવક પર નહીં લાગે ટેક્સ, જાણો નવા નિયમો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget