શોધખોળ કરો
Advertisement
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેકિંગમાં ગુજરાત 3 ક્રમે, આંધ્રા અને તેલંગાણા સંયુક્ત રિતે પ્રથમ ક્રમે
નવી દિલ્હીઃ બિઝનેસ કરવામાં સરળતાના માપદંડમાં (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રમોશ (DIPP) અને વર્લ્ડના લિસ્ટમાં આ બન્ને રાજયો સંયુક્ત રીતે ટૉપ પર રહ્યા છે. ગુજરાત ત્રીજા નંબરે રહ્યું હતું. બીઝનેશ કરવાની દ્રષ્ટીએ ગુજરાત મહારાષ્ટ્રને પાછળ છોડીને આંધ્રપર્દેશ અને તલંગાણાં આગળ નિકળી ગયા હતા. બીજા નંબરે કોઇ રાજ્યને સ્થાન આપવામાં આવ્યુ નથી.
આ ઇન્ડેક્સને ડીઆઇપીપીના 340 પોઈન્ટના બિઝનેશ રિફોર્મ એક્શન પ્લાનના ડિગ્રી ઓફ ઇમ્પિલમેન્ટેશનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ લીસ્ટમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા ચોથા,પાંચમાં અને છઠ્ઠા ક્રમે રહ્યો હતા.
એક્શન પ્લાનમાં 58 રેગ્યુલેટરી પ્રોસેસ, પોલિસીઝ, પ્રેક્ટિસ કે પ્રોસિજર્સ સાથે જોડાયેલા રિફોર્મ સામેલ છે. જેમાં સિંગ વિન્ડો ક્લીયરન્સ, ટેક્સ રિફોર્મ્સ, લેબર અને એન્વાર્યમેન્ટ રિફોર્મ્સ, ડિસપ્યુટ રિઝોલ્યુશન અને કન્ટ્રક્શન પરમમિટ સામેલ છે.
દર બે વર્ષે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉજવીને દેશ વિદેશના બિઝનેશને આકર્ષવા માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ઘુમાડો કરે છે. તેમ છતા તેનું યોગ્ય પરિણામ નથી મળ્યું. તેનો ખ્યાલ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પરથી જાણવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement