શોધખોળ કરો

Gold in India: આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનુ, જાણો ભારતની તિજોરીમાં કેટલુ ગોલ્ડ છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં બ્રિટનથી ભારતમાં 100 ટન સોનાની આયાત કરી છે. ભારતનું આ સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું હતું.

RBI Gold: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં બ્રિટનથી ભારતમાં 100 ટન સોનાની આયાત કરી છે. ભારતનું આ સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવ્યું હતું. હવે આરબીઆઈએ તેને મુંબઈ અને નાગપુરની ઓફિસમાં શિફ્ટ કરી દિધુ છે. 1991 બાદ પહેલીવાર RBIએ સોનાને લઈને આટલો મોટો નિર્ણય લીધો છે. ત્યારથી, લોકોમાં ઉત્સુકતા વધી છે કે ભારતની કેન્દ્રીય બેંકો અને વિશ્વના મોટા દેશો પાસે કેટલા સોનાના ભંડાર છે. આવો અમે તમને ટોચના 10 દેશો વિશે સંપૂર્ણ માહિતી આપીએ જેની પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે.

વિદેશમાં ભારત પાસે 500 ટન સોનું હતું

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર,  નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર સુધીમાં ભારતમાં લગભગ 800 ટન સોનું હતું. તેમાંથી લગભગ 500 ટન વિદેશમાં અને 300 ટન ભારતમાં રાખવામાં આવ્યું હતું.  હવે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 100 ટન સોનું લાવ્યા બાદ આ આંકડો 50-50 ટકા થઈ ગયો છે. વિશ્વમાં સૌથી વધુ સોનું અમેરિકા પાસે છે. તેનું ગોલ્ડ રિઝર્વ લગભગ 8133 ટન છે. આ યાદીમાં ભારત નવમા નંબરે છે. આપણી પાસે હાલમાં 822 ટન સોનું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત સોનાની ખરીદી કરી રહી છે. આવી સ્થિતિમાં, આપણે ટૂંક સમયમાં જ જાપાનને પાછળ છોડીને સમગ્ર વિશ્વભરમાં   8મા નંબર પર આવી શકીએ છીએ. જાપાન પાસે હાલમાં લગભગ 845 ટન સોનું છે. ભારત તેની આગળ નિકળી શકે છે.    

આ 10 દેશોમાં સૌથી વધુ સોનું છે 

નિષ્ણાતોએ કહ્યું છે કે,  મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને રશિયા વિરુદ્ધ અમેરિકાની સતત કાર્યવાહીને કારણે વિશ્વમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ 100 ટન સોનું ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. જેના કારણે પીળી ધાતુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર આ દેશોમાં વિશ્વમાં સૌથી વધુ સોનું છે.           

US - 8,133.46 ટન (579,050.15 મિલિયન ડૉલર)
જર્મની - 3,352.65 ટન (238,662.64 મિલિયન ડૉલર)
ઇટાલી - 2,451.84 ટન (174,555.00 મિલિયન ડૉલર)
ફ્રાન્સ - 2,436.88 ટન (173,492.11 મિલિયન ડૉલર)
રશિયા - 2,332.74 ટન (166,076.25 મિલિયન ડૉલર)
ચીન - 2,262.45 ટન (161,071.82 મિલિયન ડૉલર)
સ્વિટ્ઝર્લૅન્ડ - 1,040.00 ટન (69,495.46 મિલિયન ડૉલર)
જાપાન - 845.97 ટન (60,227.84 મિલિયન ડૉલર)
ભારત - 822.09 ટન (58,527.34 મિલિયન ડૉલર)
નેધરલેન્ડ - 612.45 ટન (43,602.77 મિલિયન ડૉલર)   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છો઼ડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છો઼ડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છો઼ડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છો઼ડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
FASTag: આ દિવસે લાગુ થશે FASTagના નવા નિયમ, જાણો કેવી રીતે બચાવી શકશો રૂપિયા?
FASTag: આ દિવસે લાગુ થશે FASTagના નવા નિયમ, જાણો કેવી રીતે બચાવી શકશો રૂપિયા?
 ‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
 ‘શિક્ષિત પત્ની ફક્ત ભરણપોષણ માટે બેરોજગાર ના રહી શકે’: ઓડિશા હાઇકોર્ટે
Technology: આવતા અઠવાડિયે લોન્ચ થશે iPhone SE 4? ટિમ કૂકે બતાવ્યું ટીઝર, તારીખ પણ કન્ફર્મ
Technology: આવતા અઠવાડિયે લોન્ચ થશે iPhone SE 4? ટિમ કૂકે બતાવ્યું ટીઝર, તારીખ પણ કન્ફર્મ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.