(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો કહેરઃ દેશની આ જાણીતી ટુ-વ્હીલર કંપનીઓ પોતાની તમામ ફેક્ટરીઓ 1લી મે સુધી બંધ કરી
સ્ટોક્સ એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું કે, તેની તમામ કોર્પોરેટ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે અને ઘણાં ઓછા કર્મચારી રોટેશન બેસિસ પર ઓફિસ આવે છે.
દેશમાં હાલમાં કરોના વાયરસની મહામાહી ગંભીર સમસ્યા બની ગઈ છે. દેશના દરેક ભાગમાં વાયરસથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશની સૌથી મોટી ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પે 1 મે સુધી પોતાના તમામ પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હીરો મોટોકોર્પે (Hero MotoCorp) કહ્યું કે, 22 એપ્રિલથી 1 મે સુધી કંપનીની તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવશે. કંપનીના કામચલાઉ બંધમાં કંપનીનું ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર પણ બંધ રહેશે.
સ્ટોક એક્સચેન્જને આપેલ જાણકારી હીરો મોટોકોર્પે કહ્યું કે, શટડાઉનના આ સમયનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરૂરી મેન્ટેનન્સ માટે કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, 22 એપ્રિલથી 1 મેની વચ્ચે તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે 4 દિવસ બંધ રહેશે.
સ્ટોક્સ એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું કે, તેની તમામ કોર્પોરેટ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે અને ઘણાં ઓછા કર્મચારી રોટેશન બેસિસ પર ઓફિસ આવે છે. આ શટડાઉને કારણે ડિમાન્ડ પૂરી કરવાની કંપનીની ક્ષમતાઓ પર કોઈ અસર નહીં પડે. આ શટડાઉનની ભરપાઈ આવનારા સમયમાં કરવામાં આવશે.
હીરો મોટોકોર્પના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણાના ગુરુગ્રામ અને ધારૂહેરામાં છે. સાથે જ આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર, ઉત્તરાખંડના હરિદ્વાર, રાજસ્થાનના નીમરાના અને ગુજરાતના હાલોલમાં છે. આ ફેક્ટરીઓમાં 80,000થી વધારે કર્મચારીઓ કામ કેર છે.