શોધખોળ કરો

હોમ લોનની કેટલી EMI બાકી હોય તો બેંક ઘર સીલ કરી શકે છે? જાણો આ કાનૂની નિયમો

બેંક ક્યારે મકાનની હરાજી કરે છે અને તમને કેટલો સમય મળે છે, જાણો સમગ્ર પ્રક્રિયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સળંગ 3 મહિના EMI ન ભર્યે, બેંક લોનને NPA જાહેર કરી શકે છે.
  • SARFAESI એક્ટ હેઠળ, બેંક 60 દિવસની નોટિસ આપી શકે છે.
  • નોટિસ બાદ પણ ચુકવણી ન થાય, તો બેંક ઘરનો કબજો લઈ શકે.
  • છેલ્લા પગલે, બેંક ઘરની હરાજી કરી લોનની રકમ વસૂલ કરે છે.

home loan EMI default rules: પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે, અને હોમ લોનના કારણે આ સપનું પૂરું કરવું થોડું સરળ બની ગયું છે. પણ લોન લીધા પછી તેની EMI સમયસર ભરવી ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈ કારણસર સળંગ 3 મહિના સુધી EMI નથી ભરી શકતા, તો બેંક તમારા ઘરને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે. જેમાં તમારું ઘર સીલ કરવાથી લઈને તેની હરાજી કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. ચાલો જાણીએ કે આખી કાનૂની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને બેંક ક્યારે તમારું ઘર જપ્ત કરે છે.

કેટલી EMI ચૂકી જવાય તો એક્શન લેવાય છે?

જો તમે 1 કે 2 હપ્તા (EMI) ભરવાનું ચૂકી જાઓ છો, તો બેંકો કે નાણાકીય સંસ્થાઓ તરત જ કોઈ કડક એક્શન નથી લેતી. શરૂઆતમાં તેઓ ગ્રાહકને ફોન, મેસેજ કે ઈમેલ દ્વારા પેમેન્ટ માટે યાદ અપાવે છે. પણ જો તમે સળંગ 3 મહિના સુધી હપ્તો નથી ભરતા, તો બેંક તમારા લોન એકાઉન્ટને NPA જાહેર કરી દે છે. આ પછી બેંક કાયદેસરની રિકવરી કાર્યવાહી શરૂ કરે છે.

પહેલા 60 દિવસની નોટિસ આપવામાં આવે છે

બેંકની આ કાનૂની પ્રક્રિયા SARFAESI એક્ટ, 2002 હેઠળ કરવામાં આવે છે. આ કાયદા મુજબ, બેંક સૌથી પહેલા ગ્રાહકને 60 દિવસની નોટિસ મોકલે છે. આ નોટિસનો હેતુ ગ્રાહકને બાકીની રકમ ચૂકવવા માટેની તક આપવાનો હોય છે. જો આ 60 દિવસના સમયગાળામાં પણ રકમ નથી ચૂકવાતી, તો બેંક ઘરનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરે છે. આ દરમિયાન બેંક તમારા ઘરને તાળું મારીને સીલ કરી શકે છે. જોકે, આ પગલું અચાનક નથી લેવાતું, આખી કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ લેવાય છે.

સૌથી છેલ્લું પગલું છે મકાનની હરાજી

બેંક હંમેશા પહેલા પોતાની EMI ની રકમ મેળવવાનો જ પ્રયાસ કરે છે. પરંતુ જો નોટિસ આપ્યા પછી પણ ગ્રાહક સંપર્ક ન કરે કે પૈસા ન ભરે, તો છેલ્લે બેંક ઘરની હરાજી કરે છે.

આ પ્રક્રિયા સામાન્ય રીતે હપ્તા બાઉન્સ થવાના 5 મહિના પછી શરૂ થાય છે.

બેંક પહેલા પ્રોપર્ટીની કિંમત નક્કી કરે છે અને પછી પોતાના પૈસા વસૂલવા માટે જાહેરમાં તેની હરાજી કરે છે.

હરાજી થાય તે પહેલાં પણ, ગ્રાહકને લોન ચૂકવીને પોતાનું ઘર બચાવવા માટે એક છેલ્લી તક આપવામાં આવે છે.

આ સમગ્ર કાનૂની પ્રક્રિયામાં 8 થી 12 મહિના જેટલો સમય લાગે છે. તેથી જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ હોય, તો આ સમયગાળામાં તમે પૈસાની વ્યવસ્થા કરીને તમારું ઘર હરાજી થતું બચાવી શકો છો.

Frequently Asked Questions

જો હું સતત 3 મહિના સુધી EMI ન ભરી શકું તો શું થાય?

જો તમે સતત 3 મહિના સુધી EMI ન ભરો, તો બેંક તમારા લોન એકાઉન્ટને NPA જાહેર કરી શકે છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે.

EMI ચૂકી જવા પર બેંક ક્યારે કાનૂની કાર્યવાહી શરૂ કરે છે?

બેંક સામાન્ય રીતે 1 કે 2 EMI ચૂકી જવા પર તરત જ કોઈ કડક એક્શન નથી લેતી, પણ સળંગ 3 મહિના સુધી EMI ન ભરવા પર NPA જાહેર કરીને કાર્યવાહી શરૂ કરે છે.

SARFAESI એક્ટ હેઠળ બેંક શું કાર્યવાહી કરે છે?

SARFAESI એક્ટ હેઠળ, બેંક પહેલા ગ્રાહકને 60 દિવસની નોટિસ મોકલે છે. જો તે પછી પણ રકમ ન ભરાય, તો બેંક ઘરનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.

ઘરની હરાજી ક્યારે થાય છે?

EMI બાઉન્સ થયાના લગભગ 5 મહિના પછી બેંક ઘરની હરાજીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. હરાજી પહેલાં પણ લોન ચૂકવીને ઘર બચાવવાની છેલ્લી તક મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget