Minor PAN Card: શું બાળકો માટે પણ પાનકાર્ડ જરુરી ? જાણો ક્યાં અને ક્યારે થાય છે ઉપયોગ
જો તમને લાગે છે કે PAN કાર્ડ ફક્ત વડીલો માટે જ છે, તો તમે ખોટા છો. PAN કાર્ડ ફક્ત વડીલો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ મહત્વપૂર્ણ છે.
પાનકાર્ડ(PAN Card) નો ઉપયોગ આપણે સામાન્ય રીતે ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કરવા, કેવાયસી (KYC) પ્રક્રિયા પૂરી કરવા માટે ,બેંકના કોઈ કામ માટે અથવા તો વધુ માત્રામાં સોનુ ખરીદી કરીએ ત્યારે કરીએ છીએ. આપણે માનીએ છીએ કે દરેક પુખ્ત વયના લોકો પાસે આ ડોક્યૂમેન્ટ જરુરી છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકો માટે પણ પાનકાર્ડ (PAN Card For Children) ની જરુર પડતી હોય છે.
બાળકો માટે પણ પાન કાર્ડ જરૂરી! (PAN Card For Minor)
જો તમને લાગે છે કે PAN કાર્ડ ફક્ત વડીલો માટે જ છે, તો તમે ખોટા છો. PAN કાર્ડ ફક્ત વડીલો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ મહત્વપૂર્ણ છે. જો તમારા બાળક પાસે પોતાનું PAN કાર્ડ છે, તો 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો પણ પોતાનું PAN કાર્ડ (PAN Card For Minor) મેળવી શકે છે. પરંતુ આ માટેની અરજી તેમના માતા-પિતા અથવા વાલીઓ જ કરી શકશે. તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 160 મુજબ, પાન કાર્ડ બનાવવા માટે કોઈ ન્યૂનતમ ઉંમર નથી.
ચાલો જાણીએ કે કયા કિસ્સામાં બાળકોને પાન કાર્ડની જરૂર છે
1. રોકાણના હેતુઓ: જો તમે તમારા બાળકના નામે કોઈ રોકાણ કરી રહ્યા છો, તો તેના માટે તેનું પાન કાર્ડ જરૂરી રહેશે.
2. રોકાણ માટે નોમિની: જો તમે તમારા કોઈપણ રોકાણમાં તમારા બાળકને નોમિની બનાવો છો.
3. બેંક ખાતા: તમારા બાળકના નામે બેંક ખાતું ખોલાવતી વખતે.
4. આવક કમાણી: જો સગીર પાસે આવકનો કોઈ સ્ત્રોત હોય.
બાળકો માટે PAN કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી (Apply PAN Card for a Child)
બાળકો માટે PAN કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી: બાળક માટે PAN કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે અને અરજી ફોર્મ ભરવું પડશે. તમે બાળકો માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.
PAN કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી (Online PAN application)
સ્ટેપ 1. સૌ પ્રથમ NSDL વેબસાઇટ પર જાઓ અને ફોર્મ 49A ડાઉનલોડ કરો.
સ્ટેપ 2. ફોર્મ 49A કાળજીપૂર્વક ભરો, બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો, અને યોગ્ય શ્રેણી પસંદ કરો અને બધી વ્યક્તિગત વિગતો ભરો.
સ્ટેપ 3. બાળકનું વય પ્રમાણપત્ર, જરૂરી દસ્તાવેજો અને માતાપિતાનો ફોટોગ્રાફ અપલોડ કરો.
સ્ટેપ 4. માતાપિતાના હસ્તાક્ષરો અપલોડ કરો અને 107 રૂપિયાની ફી ચૂકવો.
સ્ટેપ 5. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક રસીદ નંબર મળશે જેની મદદથી તમે એપ્લિકેશનનું સ્ટેટસ ટ્રૅક કરી શકો છો.
સ્ટેપ 6. વેરિફિકેશન પછી તમને 15 દિવસની અંદર PAN કાર્ડ મળી જશે.
ઑફલાઇન પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા (Offline Apply for PAN Card)
સ્ટેપ 1. સત્તાવાર વેબસાઇટ અથવા NSDL ઓફિસ પર જાઓ અને ફોર્મ 49A એકત્રિત કરો.
સ્ટેપ 2. ફોર્મ સંપૂર્ણપણે ભરો. ફોર્મ સાથે બાળકના બે ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજો જોડો.
સ્ટેપ 3. હવે તમારી નજીકની NSDL ઓફિસ પર જાઓ અને ફી સાથે ભરેલું ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો.
સ્ટેપ 4. વેરિફિકેશન પછી, આપેલા સરનામા પર પાન કાર્ડ મોકલવામાં આવશે.
બાળક માટે પાન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો
સગીરના માતાપિતાના સરનામાનો પુરાવો અને ઓળખનો પુરાવો.
માતાપિતા ઓળખના પુરાવા માટે નીચેનામાંથી કોઈપણ એક દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે:
આધાર કાર્ડ
રેશન કાર્ડ
પાસપોર્ટ
ડ્રાઇવિંગ લાઇસન્સ
મતદાર આઈડી કાર્ડ
સરનામાના પુરાવા માટે નીચેનામાંથી કોઈપણ એકની નકલ:
આધાર કાર્ડ
પોસ્ટ ઓફિસ પાસબુક
મિલકત નોંધણી દસ્તાવેજ
ડોમિસાઇલ પ્રમાણપત્ર