RBI એ આપી મોટી જાણકારી, તમે પણ ઓનલાઈન પૈસા કરો છો ટ્રાન્સફર તો થઈ જાવ એલર્ટ, નહીંતર ખાતું થઈ જશે ખાલી !
RBIએ સોમવારે બેંકિંગ છેતરપિંડી પર એક પુસ્તિકા બહાર પાડતા આ અંગેની માહિતી આપી છે.
Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરના વર્ષોમાં ડિજિટલ ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને OTP અને CVV જેવી ગોપનીય બેંકિંગ માહિતી કોઈની સાથે શેર ન કરવા જણાવ્યું છે. RBIએ સોમવારે બેંકિંગ છેતરપિંડી પર એક પુસ્તિકા બહાર પાડતા આ અંગેની માહિતી આપી છે.
મહેનતના પૈસા છીનવી લે છે ભેજાબાજ
આરબીઆઈએ કહ્યું કે છેતરપિંડી કરનારાઓ સામાન્ય લોકોની મહેનતની કમાણી છીનવી લેવા માટે નવી રીતો અજમાવી રહ્યા છે. તેથી લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ મુજબ, ફિનટેક ઇકોસિસ્ટમનો ભાગ બનેલા નવા આવનારાઓ આ છેતરપિંડીનો શિકાર બને છે.
OTP અને CVV શેર કરશો નહીં
રિઝર્વ બેંકની પુસ્તિકા નાણાકીય છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની વિગતો તેમજ તેનાથી બચવાના ઉપાયો સૂચવે છે. જે મુજબ, લોકોએ નાણાકીય લેવડદેવડ દરમિયાન OTP અને CVVની માહિતી ક્યારેય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.
લોકો છેતરપિંડીનો શિકાર બની શકે છે
છેતરપિંડીની ફરિયાદોના વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવેલી આ પુસ્તિકામાં સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે લોકો તેમના ટ્રાન્ઝેક્શન દરમિયાન જાણ્યે-અજાણ્યે ગોપનીય માહિતી આપીને નાણાકીય છેતરપિંડીનો ભોગ બને છે.
વિગતો શેર કરશો નહીં
આરબીઆઈ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે કે તેઓ તેમના બેંક કાર્ડના CVV અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સમયે જારી કરાયેલ OTP કોઈને પણ તેમના પરિવારના સભ્યો અથવા મિત્રોને પણ શેર ન કરો.
લોકોએ સતર્ક રહેવું જોઈએ
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, બેંક અધિકારીઓ, નાણાકીય સંસ્થાઓ, આરબીઆઈ અથવા અન્ય સંસ્થાઓ તેમના ગ્રાહકો પાસેથી ક્યારેય ગોપનીય માહિતી માંગતી નથી અને જો કોઈ આમ કરે છે તો લોકોએ સાવચેત રહેવું જોઈએ.
BE(A)WARE – A Booklet on Modus Operandi of Financial Fraudshttps://t.co/VumzjCwAYL
— ReserveBankOfIndia (@RBI) March 7, 2022