શોધખોળ કરો

Import Duty on LPG Cylinders: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG ની આયાત ડ્યૂટીમાં કર્યો ઘટાડો, જાણો ભાવ પર શું થશે અસર?

Import Duty on LPG Cylinders:કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસની આયાતને લઈને મોટો નિર્ણય લીધો છે.

Import Duty on LPG Cylinders:  કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસની આયાતને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે એલપીજીની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત, તેના પર લાગુ એગ્રી સેસ અને ઇન્ફ્રા સેસ 15 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધો છે.

સરકારના આ નિર્ણય પહેલા ખાનગી કંપનીઓએ એલપીજી આયાત પર 15 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને 15 ટકા એગ્રી અને ઈન્ફ્રા સેસ ચૂકવવો પડતો હતો પરંતુ હવે આ કપાત બાદ ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડો થશે. નવી કિંમત 1લી સપ્ટેમ્બર એટલે કે આજથી લાગુ થશે જેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમે આપી હતી.

સરકારે કસ્ટમ ચાર્જ લગાવ્યો હતો

કેન્દ્ર સરકારે 1 જૂલાઈથી ઘરેલુ એલપીજી સિલિન્ડર પર કસ્ટમ ડ્યૂટી 5 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. આ સિવાય એલપીજી સિલિન્ડર પર એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓ પર કોઈ અસર નહીં

કસ્ટમ ડ્યુટીમાં વધારાથી સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આયાત પર કોઈ અસર થઈ નથી. આ ટેક્સ વધારાથી સામાન્ય લોકો પર તેની અસર થતી નથી.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ ઉપયોગ માટેના ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 158 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે નવી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,522 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. આ વર્ષે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાઈ રહી છે.                             

ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો

રક્ષાબંધનના એક દિવસ પહેલા ભારત સરકારે ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યુનિટ દીઠ 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.  પેટ્રોલિયમ મંત્રાલયે સરકારી ઓઈલ કંપનીઓને કહ્યું છે કે સરકારી ઓઈલ કંપનીઓએ પોતે જ સામાન્ય ગ્રાહકોને આપરવામાં આવનાર 200 રૂપિયાની સબસિડીનો બોજ ઉઠાવવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.            

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget