શોધખોળ કરો
Advertisement
આ જાણીતી બેંકે ટેક્સ ફાઇલિંગ માટે શરૂ કરી ‘ફ્રી’ સર્વિસ, યોનો એપ દ્વારા દાખલ કરો ITR
સામાન્ય ટેક્સપેયર્સ માટે 30 સપ્ટેમ્બર, 2020 ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. જ્યારે જે ટેક્સપેયર્સના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે તેવા ટેક્સપેયર્સ માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2021 રાખવામાં આવી છે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ફ્રીમાં આઈટીઆર દાખલ કરવા માટે ફ્રી સર્વિસ શરૂ કરી છે. બેંકના ગ્રાહકો યોનો એપ દ્વારા ફ્રીમાં આઈટીઆર દાખલ કરી શકે છે. આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020 છે. સામાન્ય રીતે આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે પંરતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા તેની ડેડલાઈન વધારવામાં આવી હતી.
યોનો એપ દ્વારા સરળતાથી કરી શકાય છે આઈટીઆર દાખલ
એસબીઆઈના ગ્રાહકો યોનો એપનો ઉપયોગ કરી આવકવેરા રિટર્ન ફ્રીમાં દાખલ કરી શકે છે પરંતુ જો તમે સીએ અસિસ્ટેડ ફાઇલિંગ સુવિધાનો લાભ લેવા માગો છો તો 199 રૂપિયા ફી આપવી પડશે. જોકે ટેક્સપેયર્સ સીધા જ આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઈટ પર જઈને આઈટીઆર ફાઇલ કરી શકે છે. ટેક્સપેયર્સ યૂઝર આઈડી, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ભરી ઈ-ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરી શકે છે.
ઓડિટિંગવાળા એકાઉન્ટ હોલ્ડરો માટે ડેડલાઈન 31 જાન્યુઆરી 2021
સામાન્ય ટેક્સપેયર્સ માટે 30 સપ્ટેમ્બર, 2020 ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. જ્યારે જે ટેક્સપેયર્સના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે તેવા ટેક્સપેયર્સ માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2021 રાખવામાં આવી છે. આવકવેરા એક્ટ અતંર્ગત ટેક્સ ઓડિટ રિપોર્ટ અને આંતરરાષ્ટ્રીય અને ખાસ ઘરેલુ ટ્રાન્ઝેક્શન રિપોર્ટની વિગતો જમા કરાવાવની પણ છેલ્લી તારીખ 31 ડિેસેમ્બર 2020 છે. જ્યારે એક લાખ રૂપિયાથી વધારેનો ટેક્સ ચૂકવાવનો થતો હોય તેવા ટેક્સપેયર્સ માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2021 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement