AI નો ડર ભૂલી જાઓ! ભારતમાં 10 કરોડ નવી નોકરીઓ આવશે, ઉદ્યોગ જગતે ઉપાડ્યું બીડું, વાંચો રિપોર્ટ
100 Million Jobs India: વધતી વસ્તી અને AI ના પડકારો વચ્ચે આશાનું કિરણ, નાસ્કોમ અને TiE ના સ્થાપકોએ લોન્ચ કર્યું 'સો મિલિયન જોબ્સ' મિશન, જાણો શું છે બ્લુપ્રિન્ટ.

100 Million Jobs India: ભારતમાં ઝડપથી વધી રહેલી Working Age Population (કાર્યકારી વયની વસ્તી) અને તેની સામે રોજગારની અપૂરતી તકો એ એક ગંભીર ચિંતાનો વિષય છે. જોકે, હવે દેશના ટોચના Industry Leaders (ઉદ્યોગ નેતાઓ) એ આ સમસ્યાના ઉકેલ માટે કમર કસી છે. સોમવારે ઉદ્યોગ જગતના દિગ્ગજો દ્વારા એક મહત્વકાંક્ષી રાષ્ટ્રીય પહેલ "100 Million Jobs" ની જાહેરાત કરવામાં આવી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી એક Decade (દાયકા) માં ભારતમાં 10 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનો છે. આ ભગીરથ કાર્ય માટે સોફ્ટવેર ઉદ્યોગની અગ્રણી સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના સહ-સ્થાપક હરીશ મહેતા, વૈશ્વિક સ્તરે જાણીતા 'ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ' (TiE) ના સ્થાપક એ.જે. પટેલ અને 'સેન્ટર ફોર ઇનોવેશન ઇન પબ્લિક પોલિસી' (CIPP) ના સ્થાપક કે. યતીશ રાજાવત જેવા દિગ્ગજો એક મંચ પર આવ્યા છે.
વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા સ્થાપકોએ જણાવ્યું હતું કે ભારતમાં કામ કરવા માટે સક્ષમ યુવાનોની સંખ્યામાં દર વર્ષે આશરે 1.2 કરોડ નો વધારો થઈ રહ્યો છે. આ Demographic Dividend (વસ્તી વિષયક લાભાંશ) નો સાચો ફાયદો ઉઠાવવા માટે દેશમાં દર વર્ષે ઓછામાં ઓછી 80 થી 90 લાખ નવી નોકરીઓ ઉભી થવી અનિવાર્ય છે. જોકે, Manufacturing (ઉત્પાદન) જેવા પરંપરાગત ક્ષેત્રો હવે પહેલા જેટલી રોજગારી આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ, Artificial Intelligence (AI) અને ઓટોમેશનના કારણે એન્ટ્રી-લેવલની નોકરીઓમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના લીધે આર્થિક વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ રોજગારમાં તેટલો વધારો નથી થઈ રહ્યો. આ પહેલનો હેતુ આર્થિક વૃદ્ધિને રોજગાર સર્જન સાથે સીધી રીતે જોડવાનો છે.
આ મિશન કઈ રીતે કામ કરશે તેની વિગતો આપતા હરીશ મહેતાએ જણાવ્યું હતું કે "100 Million Jobs" અભિયાનના કેન્દ્રમાં Entrepreneurship (ઉદ્યોગસાહસિકતા), કૌશલ્ય વિકાસ અને શ્રમ-સઘન ઉદ્યોગો રહેશે. આ યોજના માત્ર મોટા શહેરો પૂરતી સીમિત ન રહેતા તેને વિકેન્દ્રિત કરવામાં આવશે, જેથી દરેક સ્તરે Sustainable Livelihood (ટકાઉ આજીવિકા) મળી રહે. એ.જે. પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતના કુલ GDP (જીડીપી) માં 30% હિસ્સો ધરાવતા MSME અને સ્ટાર્ટઅપ્સ સૌથી મોટા રોજગારદાતા છે. જો આપણે વાર્ષિક 8-9 મિલિયન નોકરીઓનું લક્ષ્ય સિદ્ધ કરવું હોય, તો નાના વ્યવસાયોને મોટા શહેરોની બહાર વિસ્તરણ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે અને માળખાકીય અવરોધો દૂર કરીને સામાન્ય નાગરિકો માટે ઉદ્યોગસાહસિક બનવું સરળ બનાવવું પડશે.





















