ક્યાં છે મોંઘવારી! મોંઘી લોન અને ઘરની વધતી કિંમતો છતાં વેચાણ 15% વધ્યું
Housing Sales Data:આંકડા મુજબ, 2021 અને 2022 પછી, 2023માં પણ રહેણાંક મિલકતના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
![ક્યાં છે મોંઘવારી! મોંઘી લોન અને ઘરની વધતી કિંમતો છતાં વેચાણ 15% વધ્યું India Housing Sector: Home sales up by 15% in 2023, Delhi-NCR down by 26% despite costlier home loans and rising house prices ક્યાં છે મોંઘવારી! મોંઘી લોન અને ઘરની વધતી કિંમતો છતાં વેચાણ 15% વધ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/14/b0612373919afa46e8d5ba0a2ba6a265_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Real Estate Sector: મોંઘી હોમ લોન અને પ્રોપર્ટીના ભાવમાં વધારો થવા છતાં, દેશમાં હાઉસિંગની માંગ પર તેની કોઈ ખાસ અસર થઈ નથી. તેના બદલે, રિયલ એસ્ટેટના સંદર્ભમાં, દેશના આઠ મોટા શહેરોમાં વર્ષ 2023 ના પ્રથમ છ મહિનામાં હાઉસિંગ વેચાણમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે.
PropTiger, રિયલ એસ્ટેટ બ્રોકરેજ કંપની કે જે Housing.com અને Makaan.com ચલાવે છે, તેણે હાઉસિંગ વેચાણ અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં આ વાતો કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2023ના પ્રથમ છ મહિનામાં 1,66,090 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં કુલ 1,44,950 હાઉસિંગ યુનિટ વેચાયા હતા. 2023 ના પ્રથમ છ મહિનામાં ઘરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ આઠ મોટા શહેરો દિલ્હી-એનસીઆર, બેંગલુરુ અને કોલકાતામાંથી ત્રણમાં માંગમાં મંદી જોવા મળી છે.
PropTigerના ડેટા અનુસાર, 2023ના પ્રથમ છ મહિનામાં દિલ્હી NCRમાં હાઉસિંગ વેચાણમાં ઘટાડો થયો છે. જાન્યુઆરીથી જૂન વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ગારોનું વેચાણ 26 ટકાના ઘટાડા સાથે 7040 યુનિટ થયું હતું. જ્યારે 2022ના સમાન સમયગાળામાં કુલ 9,530 હાઉસિંગ યુનિટ વેચાયા હતા. બેંગ્લોરમાં હાઉસિંગનું વેચાણ 16,020 યુનિટથી 11 ટકા ઘટીને 14,210 યુનિટ થયું છે. કોલકાતાએ 31 ટકાના ઘટાડા સાથે 4,170 હાઉસિંગ એકમોનું વેચાણ કર્યું છે, જ્યારે 2022માં આ જ સમયગાળામાં કુલ 6,080 હાઉસિંગ એકમોનું વેચાણ થયું હતું.
PropTiger મુજબ, અમદાવાદમાં હાઉસિંગનું વેચાણ 23 ટકા વધીને 15,710 યુનિટ થયું હતું જે ગયા વર્ષે 12,790 યુનિટ હતું. 2022માં 6,520 યુનિટની સરખામણીએ ચેન્નાઈમાં વેચાણ બે ટકા વધીને 6,680 યુનિટ થયું છે. હૈદરાબાદમાં હાઉસિંગના વેચાણમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 17,890 યુનિટ્સ છે જ્યારે 2022માં 14,460 હાઉસિંગ યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું.
મુંબઈ અને પૂણેમાં હાઉસિંગના વેચાણમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. 2023ના પ્રથમ છ મહિનામાં મુંબઈમાં કુલ 62,630 હાઉસિંગ યુનિટ્સ વેચાયા છે જ્યારે 2022માં સમાન સમયગાળામાં 49,510 હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા. પુણેમાં હાઉસિંગ એકમોના વેચાણ પર નજર કરીએ તો, 2023ના પ્રથમ છ મહિનામાં કુલ 37,760 એકમોનું વેચાણ થયું હતું, જ્યારે 2022ના પ્રથમ છ મહિનામાં 30,030 એકમોનું વેચાણ થયું હતું.
આવકવેરા રિટર્ન ફાઈલ કરતાં પહેલા જાણી લો આ 6 ફેરફારો, છેલ્લી તારીખ 31 જુલાઈ છે
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)